Mehsana: શંકુઝ વોટર પાર્કમાં બાઉન્સર પર જીવલેણ હુમલો, 4 અજાણ્યા શખ્સોએ માર્યો માર
હેસાણાના શંકુઝ વોટર પાર્કમાં લાઇનમાં ઉભા રહેવા બાબતે બાઉન્સર પર 4 અજાણ્યા શખ્સોએ ધોકા વડે જીવલેણ હુમલો કર્યો છે. હુમલામાં બાઉન્સરના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું છે અને આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. લાંઘણજ પોલીસ મથકે ગુનો નોંધાયો છે
Advertisement
Mehsana Shanku's Water Park attack: મહેસાણા (Mehsana) સ્થિત પ્રખ્યાત શંકુઝ વોટર પાર્ક (Shanku's Water Park) માં એક હિંસક ઘટના સામે આવી છે, જેમાં બાઉન્સર (Bouncer) પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો (Assault) કરવામાં આવ્યો હતો. લાઇનમાં (Queue) ઉભા રહેવાની સામાન્ય ટકોર કરવા બદલ આરોપીઓએ બાઉન્સરને ધોકા વડે માર મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી.

