Mehsana: કડી બાદ હવે સતલાસણામાંથી 21.92 લાખનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો પકડાયો
Mehsana:કડી બાદ હવે સતલાસણા (Satlasana)માંથી સરકારી અનાજનો જથ્થો પકડાયો છે. મળતી વિગતો પ્રમાણે કડી બાદ ફરી એકવાર મોટી માત્રામાં સરકારી અનાજનો જથ્થો સતલાસણા (Satlasana)માંથી ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. અહીં સતલાસણા અને વાવ ખાતે પુરવઠા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંદાજે રૂપિયા 22 લાખની કિંમતનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે. પુરવઠા વિભાગે સતલાસણાના ગોળીયા પરા વિસ્તારમાં મકાનમાંથી જથ્થો ઝડપી પાડ્યો છે.
એક દુકાનમાંથી રૂપિયા 7.71 લાખની 421 બોરી ઝડપાઈ
મળતી જાણકારી પ્રમાણે અહીં એક મકાનમાંથી ₹1.97 લાખની કિંમતનું 5,070 kg અનાજ ઝડપાયું છે. આ સાથે મહેસાણા (Mehsana)ના કડી બાદ સતલાસાના વાવમાં એક દુકાનમાંથી રૂપિયા 7.71 લાખની 421 બોરી ઝડપાઈ હોવાની સામે આવ્યું છે. નોંધનીય છે કે, અનાજ બીજી જગ્યાએ લઈ જવાય તે પહેલા આઇસર ટ્રક પણ ઝડપાઈ ગઈ હતી. એટલું જ નહીં પરંતુ ત્રીજી ઘટનાએથી પણ જથ્થો ઝડપાયો છે. ત્રીજી જગ્યાએ સતલાસણાના અડી મોલ પાસે દુકાનમાંથી રૂપિયા 5 લાખની કિંમતનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે.
21.92 લાખનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો સીઝ કર્યો
વિગતે વાત કરવામાં આવે તો આ ત્રણે જગ્યાથી મળેલ કુલ રૂપિયા 21.92 લાખનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પુરવઠા વિભાગે 12 સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલ્યા હોવાનું પણ સામે આવ્યું છે. દિવસેને દિવસે ભ્રષ્ટાચારના કેસો વધી રહ્યા છે. હવે તો ભ્રષ્ટાચારીઓ સરકારી અનાજને પણ છોડતા નથી. આખરે કેમ આ લોકોનું પેટ નથી ભરાતું? શા માટે ગરીબની થાળીનો કોળિયો પણ છીનવી લે છે?