ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mehsana: ઊંઝા APMCની ચૂંટણીનું આજે પરિણામ, સવારે 9 વાગ્યાથી શરૂ થશે મતગણતરી

Mehsana: આજે સવારે 9 વાગ્યાથી ચૂંટણીની મતગણતરી શરૂ થવાની છે. APMCમાં ખેડૂત વિભાગની 10 જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
07:50 AM Dec 17, 2024 IST | VIMAL PRAJAPATI
Mehsana: આજે સવારે 9 વાગ્યાથી ચૂંટણીની મતગણતરી શરૂ થવાની છે. APMCમાં ખેડૂત વિભાગની 10 જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
Unjha APMC election result
  1. ઊંઝા APMCની તમામ 14 બેઠકોની આજે મતગણતરી હાથ ધરાશે
  2. ખેડૂત વિભાગમાં 261 પૈકી 258 લોકોએ મતદાન કર્યું
  3. વેપારી વિભાગમાં 806 પૈકી 782 લોકોએ કર્યું મતદાન
  4. વેપારી 96.09 અને ખેડૂત વિભાગમાં 99.1 ટકા મતદાન

Mehsana: મહેસાણાની ઊંઝા APMCની ચૂંટણીમાં ગઈ કાલે મતદાન યોજાયું હતું. મહેસાણાની ઊંઝા APMCમાં શાંતિપૂર્ણ મતદાન કરવામાં આવ્યું હતું. અત્યારે આજે મહેસાણાની ઊંઝા APMCની ચૂંટણીનું પરિણામ આવવાનું છે. નોંધનીય છે કે, APMCની ચૂંટણીના પરિણામની લોકો રાજ જોઈને બેઠા છે. આજે સવારે 9 વાગ્યાથી ચૂંટણીની મતગણતરી શરૂ થવાની છે. APMCમાં ખેડૂત વિભાગની 10 જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

આ પણ વાંચો: Ahmedabad: જમીનનો કબજો લેવા આવેલા માલિક પર હુમલો, ગાડીઓમાં કરી તોડફોડ

વેપારી 96.09 અને ખેડૂત વિભાગમાં 99.1 ટકા મતદાન

નોંધનીય છે તકે, ઊંઝા APMCની તમામ 14 બેઠકોની આજે મતગણતરી હાથ ધરવામાં આવશે. આંકડાની વાત કરવામાં આવે તો, ખેડૂત વિભાગમાં 261 પૈકી 258 લોકોએ મતદાન કર્યું હતું. વેપારી વિભાગમાં 806 પૈકી 782 લોકોએ મતદાન કર્યું હતું. જેથી વેપારી વિભાગમાં 96.09 % અને ખેડૂત વિભાગમાં 99.1 % ટકા મતદાન થયું હતું. મહત્વની વાત એ છે કે, ભાજપમાં ક્રોસ વોટિંગથી પેનલ તૂટે તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલનું મોટું પગલું, ચિંતન શિબિરમાં બાદ કરી A.I ટાસ્કફોર્સની રચના

APMCનું સુકાન કોને મળશે તેને લઈ અટકળો તેજ

અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, ઊંઝા APMCનું સુકાવ કોને મળશે? આ બાબતને લઈને અનેક પ્રકારની અટકળો જોવા મળી રહીં છે. ઊંઝા APMCની ચૂંટણી દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોરે મતદાન મથકની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું હતું કે, ખેડૂત અને વેપારી બુથ પર ખૂબ સારું મતદાન થઈ રહ્યું છે. હાલમાં ભાજપ તરફી પેનલમાં મતદાન ખૂબ સારું થયું છે. ક્રોસ વોટિંગ બીજેપીના કાર્યકર્તા કરવાના નથી. જો કોઈ કરશે તો તેનું ધ્યાનમાં લઈ કાર્યવાહી હાથ ધરાશે. અત્યાર સુધી મેન્ડેડનો અનાદર કરનારાઓ સામે કાર્યવાહી થઈ જ છે. ચૂંટણી લડવાનો સૌને અધિકાર છે. જેને નારાજગી છે તેમને અમે માનવી લઈશું પરંતુ ભાજપમાં કોઈ જ જૂથબંધી નથી.’

આ પણ વાંચો: VADODARA : પાઇપ્ડ ગેસના ખાતમૂહુર્ત પ્રસંગે ધારાસભ્યએ કહ્યું, "વિકાસમાં મને સંતોષ નથી"

Tags :
APMC Election CountingAPMC election result countingGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati Top NewsMehdanaMehsana Unjha APMC electionTop Gujarati NewsUnjha APMC Election CountingUnjha APMC election result
Next Article