ગોંડલના વેરી તળાવમાં મહેસાણાના પરણીત પ્રેમી પંખીડાએ બાળક સાથે જંપલાવી મોત મીઠું કર્યું
ગોંડલના વેરી તળાવમાં વહેલી સવારે મહેસાણાના લીંચ ગામના પરણીત પ્રેમી પંખીડાએ બાળક સાથે જંપલાવી આપઘાત કર્યો હતો.યુવકે પોતાના મોબાઈલના સ્ટેટસમાં વેરી તળાવ પાસે ત્રણેયનો ફોટો મુકયો હોય તે આધારે ગોંડલ દોડી આવેલા યુવકના કાકા અને મિત્રોએ પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ...
11:42 AM Mar 23, 2024 IST
|
Harsh Bhatt
ગોંડલના વેરી તળાવમાં વહેલી સવારે મહેસાણાના લીંચ ગામના પરણીત પ્રેમી પંખીડાએ બાળક સાથે જંપલાવી આપઘાત કર્યો હતો.યુવકે પોતાના મોબાઈલના સ્ટેટસમાં વેરી તળાવ પાસે ત્રણેયનો ફોટો મુકયો હોય તે આધારે ગોંડલ દોડી આવેલા યુવકના કાકા અને મિત્રોએ પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરતા સવારે તળાવમાં તપાસ કરતાં ત્રણેયની લાશ મળેલી હતી, જેને પાણી માંથી બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.
વેરી તળાવમાં પરણીત પ્રેમી પંખીડાએ બાળક સાથે જંપલાવી મોત મીઠું કર્યું
પ્રાપ્ત વિગત મુજબ મહેસાણાના લીંચ ગામે રહેતા સંજય ફતાજી ઠાકોર ઉ.૨૨ કીંજલ જશવંતજી ઠાકોર ઉ.૨૨ તથા ધ્રુવીલ જશવંતજી ઠાકોર ઉ.૨ ના મૃતદેહો વેરીતળાવના પાણીમાં તરતા હોય ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા.
સંજય અને કીંજલ બન્ને પરણીત છે અને બન્ને વચ્ચે છેલ્લા અઢી ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હોય કીંજલના બે વર્ષના પુત્ર ધ્રુવીનને લઈ પ્રેમી પંખીડા લીંચથી નાશી જઈ ગોંડલ પંહોચ્યા હતા. ગોંડલ વેરીતળાવની પાળી પર બેસી ત્રણેયનો ફોટો પાડી સંજયે તેના મોબાઇલના સ્ટેટસ માં છેલ્લો ફોટો લખી મુક્યો હતો. બીજી બાજુ સંજય અને કીંજલ ગુમ થતા તેના પરિવારે લીંચ પોલીસમા નોંધ કરાવી હતી.
આ દરમિયાન સ્ટેટસમાં મુકેલા ફોટાના આધારે સંજયના કાકા તથા મિત્રો મોબાઇ ના લોકેશનના આધારે ગોંડલ વેરીતળાવ પંહોચ્યા હતાવ
સંજય મહેસાણામા પેપરમીલમાં કામ કરે છે અને પરણીત છે, જ્યારે કાજલ પણ પરણીત છે અને બે વર્ષ નો પુત્ર ધ્રુવીલ છે. આ બનાવ અગે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article