Rain Forecast: ગરબાના રંગમાં મેહુલિયો પાડી શકે છે ભંગ! નવરાત્રિમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી
- 7થી 13 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હિલચાલની શક્યતા
- 10-12 ઓક્ટોબર દરમિયાન પડી શકે છે વરસાદ
- 28 ઓક્ટોબર સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા
Rain Forecast in Navratri: આ નવરાત્રિમાં ખૈલાયો માટે વરસાદ વિધ્ન બની શકે છે. કારણે કે, ચોસાસું હજું પણ જવાનું નામ લઈ રહ્યું નથી. આજે પણ ગાંધીનગર અને અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. આગામી સમયમાં પણ વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ નવરાત્રિના રંગમાં મેહુલિયો ભંગ પાડી શકે છે. નવરાત્રિમાં વરસાદ થશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેથી ખૈલાયાઓ માટે આ નવરાત્રિ ભારે પડી શકે છે.
આ પણ વાંચો: Ahmedabad:ચાણક્યપુરીમાં બુટલેગરોનો આતંક, તલવાર-દંડાથી કર્યો હુમલો
7 થી 13 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હિલચાલની શક્યતા
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 7 થી 13 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હિલચાલ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહીં છે. જેથી 10-12 ઓક્ટોબર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. ગુજરાતમાં આ સિઝનમાં સરેરાશ કરતા પણ ખુબ જ વધારે
વરસાદ થયો છે. મોટા ભાગે જોવામાં આવે તો, રાજ્યમાં નવરાત્રિ દરમિયાન વરસાદ રહીં જતો હોય છે. પરંતુ આગામી 28 ઓક્ટોબર સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતાઓ છે. જેથી રાજ્યમાં વરસાદ પણ થઈ શકે છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) September 29, 2024
a
આ પણ વાંચો: ઇઝરાયેલે બેરુતના રહેણાક વિસ્તારમાં કર્યો Drone હુમલો, 2 લોકોના મોત
શરદ પૂનમની રાત્રે સમુદ્રમાં આવી શકે છે વાવઝોડું
અંબાલાલ પટેલે જણાવ્યું કે, નવરાત્રિમાં ગરમી અને ઉકળાટ પણ રહેશે. આ સાથે શરદ પૂનમની રાત્રે ચંદ્ર વાદળોથી ઢંકાયેલો રહેશે. એટલું જ નહીં પરંતુ શરદ પૂનમની રાત્રે સમુદ્રમાં વાવઝોડું આવી શકે છે. જેથી આજે આ વખતે શરદ પૂનમની રાતલડીમાં ખૈલાયાઓ વરસાદે નાવે તેવી શક્યતાઓ છે. નોંધનીય છે કે, ગુજરાતીઓ ગમે તેવી ગરમી પણ ગરબે રમવાનું ચૂકતા નથી. પરંતુ આ વખતે વરસાદની સંભાવનાઓ છે. તો હવે જોવાનું એ રહ્યું કે, આ વખતે હકીકતમાં વરસાદ ગરબામાં વિઘ્ન બનશે કે પછી મોજથી રમાશે ગરબા!
આ પણ વાંચો: Israel એ અન્ય દુશ્મનો પર શરુ કર્યા હુમલા, હુથી બળવાખોરો પર બોમ્બમારો