Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: હવામાન વિભાગે ઠંડીને કરી આગાહી, ઉત્તર ભારતમાં થયેલી બરફવર્ષાથી ગુજરાત ઠૂંઠવાશે!

Gujarat: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ભારતમાં આવેલા બરફવર્ષા અને ઠંડી પવનના કારણે ગુજરાતમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે.
gujarat  હવામાન વિભાગે ઠંડીને કરી આગાહી  ઉત્તર ભારતમાં થયેલી બરફવર્ષાથી ગુજરાત ઠૂંઠવાશે
Advertisement
  1. રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો થશે ઘટાડો
  2. લોકોને ગરમી-બફારામાંથી સંપૂર્ણ રાહત મળશે
  3. હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી

Gujarat: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ભારતમાં આવેલા બરફવર્ષા અને ઠંડી પવનના કારણે ગુજરાતમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે. આ ઘટાડા સાથે લોકોને ઠંડીનું અનુભવ થવાની શક્યતા છે, અને તેઓ ગરમી અને બફારાની પરિસ્થિતિમાંથી રાહત અનુભવી શકશે. મહત્વની વાત એ છે કે, અત્યારે ગુજરાતમાં લોકોને ઠંડી અને ગરમી બન્નેનો અહેસાસ થઈ રહ્યો છે.

આ પણ  વાંચો: Surat : કાપોદ્રામાં ખેલાયો ખૂની ખેલ! સરાજાહેર યુવકની હત્યા થતાં ચકચાર

Advertisement

ગુજરાતમાં ઠંડીનો પ્રભાવ વધવાની શક્તાઓ

ઉત્તર ભારતમાં બરફવર્ષા અને પર્વતીય વિસ્તારોમાં ધીરે-ધીરે ઠંડી વધતી જઈ રહી છે, જેના પરિણામે ગુજરાતમાં ઠંડીનો પ્રભાવ વધવાની શક્તાઓ વધી રહીં છે. રાજયમાં ઠંડીના વધારા સાથે લોકો ખાસ કરીને સવારે અને સાંજના સમયે ઠંડીનો અનુભવ કરશે. અહી સુધી ઠંડીના કારણે રાજ્યમાં લોકોના આરોગ્ય પર થતો પ્રભાવ પણ વધવા ની તક છે, તેથી તેઓ આ સમયે સ્વસ્થ રહેવા માટે જરૂરી ઉપાયો અપનાવવી જોઈએ.

Advertisement

આ પણ  વાંચો: Surat : વ્યાજખોર મિત્રોના ત્રાસથી કંટાળી આધેડે ભર્યું એવું પગલું જાણી રૂવાંડા ઊભા થઈ જશે!

હિમવર્ષા એટલે ગુજરાતમાં ઠંડી વધવાનો સીધો સંકેત

વધારે વિગતે વાત કરવામાં આવે તો, અત્યારે નવેમ્બર મહિનો પણ પૂર્ણ થવા આવ્યો છે, છતાં માત્ર સવારના સમયે જ ઠંડી પડે છે બપોરના સમયે તો લોકોને પંખો અને એસી ચાલી રાખવી પડતી હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ સમયે જોર ઠંડી પડવી જોઈએ. જો કે, હવે હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. કારણે કે, અત્યારે ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહીં છે. જે ગુજરાતમાં ઠંડી વધશે તેનો સીધો સંકેત છે.

આ પણ  વાંચો: Khyati Hospital નો વધુ એક 'કાંડ'! ઓપરેશન કર્યાનાં માત્ર 3 જ મહિનામાં 1 વ્યક્તિનું મોત

Tags :
Advertisement

.

×