Gujarat: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની કૃષિ પાકો અંગે મોટી આગાહી, શિયાળુ પાક માટે...
- નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયકલોન બનવાની શકયતા
- 22, 23 અને 24 નવેમ્બરમાં આરબ સાગરમાં લો પ્રેસર બનશે
- ઠંડી સિઝન મોઢી શરૂ થતાં પાક શિયાળુ લેટ થયું
Gujarat: ગુજરાતમાં અત્યારે શિયાળુ પાકના વાવેતરની તૈયારીઓ ચાલી રહીં છે. અનેક ખેડૂતોએ પોતાના ખેતરોમાં શિયાળુ પાકનું વાવેતર કરી પણ નાખ્યું છે. પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવે તે પ્રમાણે ખેડૂતોની ચિંતા વધી શકે તેમ છે. કૃષિ પાકો અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલની આગાહી પ્રમાણે શિયાળુ પાક માટે આ વાતાવરણ યોગ્ય નથી. રવિ પાક અને જીરું માટે યોગ્ય વતાવરણની ખેડૂતોને જરૂરિયાત ગણાવી રહી છે.
Weather Updates : ડિસેમ્બરની શરૂઆતમાં પડશે ભયંકર ઠંડી : Ambalal Patel#WeatherUpdates #AmbalalPatel #GujaratWeather #Gujaratfirst pic.twitter.com/Io4jxqcLQl
— Gujarat First (@GujaratFirst) November 16, 2024
ઠંડીની સિઝન મોઢી શરૂ થતાં શિયાળુ પાકનું વાવેતર લેટ થયું
નોંધનીય છે કે, ઠંડીની સિઝન મોઢી શરૂ થતાં શિયાળુ પાકનું વાવેતર લેટ થયું છે. હળવો પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તરીય પ્રદેશોમાં તેની અસર થતા રાજ્યમાં 17મીથી ઠંડી પડવાની શરૂઆત થઈ શકે છે. 17મીથી ન્યૂનતમ તાપમાન ઘટે પરંતુ મહત્તમ તપમાન ઘટવાની હજુ વાર છે. તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. નવેમ્બર 23, 24, 25 માં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. આ સાથે આ પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ તાપમાન અને મહત્તમ તાપમાન ઘટવાની શકયતા રહેશે.
આ પણ વાંચો: ખોટા નામથી પેમ્પલેટ બનાવી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરનારા શિક્ષકની ધરપકડ
22, 23 અને 24 નવેમ્બરમાં આરબ સાગરમાં લો પ્રેસર બનશે
ગુજરાતમાં અત્યારે ઘણી જગ્યા ન્યૂનતમ તાપમાન વધી રહ્યું છે અને મહત્તમ તાપમાન ઘટી રહ્યું છે. આગાહી પ્રમાણે વાત કરલામાં આવે તો, ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી રહેવાની શક્યતા રહેશે. રાજ્યમાં સવારના સમયે ઠડી રહેશે અને 15 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહેવાની છે. આ સાથે 22, 23 અને 24 નવેમ્બરમાં આરબ સાગરમાં લો પ્રેસર બનશે. આજ અરસામાં 22, 23 24 અને 25 માં બંગાળ ઉપ સાગરમાં ડી પ્રેશન બની શકે છે.
આ પણ વાંચો: બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતીય આધાર કાર્ડ બનાવનાર બાંગ્લાદેશી મહિલાની SOG એ ધરપકડ
નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયકલોન બનવાની શકયતા
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયકલોન બનવાની શકયતા રહેશે. 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમ વર્ષા થવાની શકયતા રહેશે. 29 નવેમ્બરથી ઠંડીનો ચમકારો વધી શકે છે અને 29 નવેનબર પછી ન્યૂનતમ તાપમાન 8 થી 10 ડિગ્રી રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા ખેડૂતો માટે શિયાળુ પાકને લઈને ચિંતા વધી શકે તેમ છે.
આ પણ વાંચો: ઇસ્કોન પ્લેનિયમમાં લાગેલી આગમાં એક મહિલાનું મોત! 23 સ્થાનિકોને એડમિટ કરાયા