MGNREGA Scam : ચૈતર વસાવાના આરોપ સામે હીરા જોટવાની પ્રતિક્રિયા, કહ્યું- માનહાનીનો દાવો કરીશ!
- MLA ચૈતર વસાવાના આરોપ સામે હીરા જોટવાની પ્રતિક્રિયા (MGNREGA Scam)
- "જલારામ કન્સ્ટ્રક્શનમાં ભાગીદારી અંગે બિનજરૂરી આરોપ કર્યા છે."
- AAP પાર્ટી ભાજપની B ટીમ છે : હીરા જોટવા
- "મંત્રી પર તપાસ ચાલતી હોય ત્યારે મારું નામ જોડવામાં આવ્યું"
- "મારું નામ લાવી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો"
- "ચૈતર વસાવા પર માનહાનીનો દાવો લગાવવામાં આવશે"
નર્મદા જિલ્લામાં 'મનરેગા કૌભાંડ' (MGNREGA Scam) મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ (Chaitar Vasava) કોંગ્રેસનાં દિગ્ગજ નેતા હીરા જોટવા પર ગંભીર આક્ષેપ કર્યા હતા. જે અંગે હવે હીરા જોટવાની (Hirabhai Jotva) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે તમામ આરોપોને ફગાવ્યા છે અને કહ્યું કે, AAP પાર્ટી ભાજપની B ટીમ છે. BJP મંત્રી પર તપાસ ચાલતી હોય ત્યારે મારું નામ જોડવામાં આવ્યું છે અને લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો - MGNREGA Scam : ચૈતર વસાવાના BJP-કોંગ્રેસ નેતાઓ પર 400 કરોડનાં ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ
મારું નામ લાવી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરાયો છે : હીરા જોટવા
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસનાં (Congress) દિગ્ગજ નેતા હીરા જોટવા (Hirabhai Jotva) પર આદિવાસી વિસ્તારમાંથી 'મનરેગા કૌભાંડ' હેઠળ 400 કરોડ રૂપિયા ખંખેર્યા હોવાનો આરોપ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે કૌભાંડમાં (MGNREGA Scam) માત્ર બચુ ખાબડના (Bachubhai Khabad) પુત્રો જ નહીં, પણ ભાજપ-કોંગ્રેસનાં અનેક નેતાઓ સામેલ છે. આ સાથે ચૈતર વસાવાએ અનેક આક્ષેપ કર્યા હતા અને તપાસની માગ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે હવે આ મામલે હીરા જોટવાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, જલારામ કન્સ્ટ્રક્શનમાં ભાગીદારી અંગે બિનજરૂરી આરોપ કરાયા છે. તેમણે આરોપ સાથે કહ્યું કે, AAP પાર્ટી ભાજપની B ટીમ છે અને BJP મંત્રી પર તપાસ ચાલતી હોય ત્યારે મારું નામ જોડવામાં આવ્યું છે. મારું નામ લાવી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરાયો છે.
આ પણ વાંચો - Gandhinagar : ઓપરેશન શિલ્ડ હેઠળ મોકડ્રિલની નવી તારીખ જાહેર, કેન્દ્ર સરકારે પરિપત્ર કર્યો જાહેર
'તપાસને બીજી દિશામાં વાળવા માટેનો ચૈતર વસાવાનો પ્રયાસ'
ચૈતર વસાવા ભાજપનાં પૂર્વ પ્રમુખના ભાગીદાર હોવાનો આરોપ હીરા જોટવાએ (Hirabhai Jotva) કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે ઘનશ્યામ પટેલ ભાજપના પૂર્વ પ્રમુખના ભાગીદાર છે. માહી નામની કંપનીમાં ભાગીદાર છે. આ સાથે સ્થાનિક ધારાસભ્યની કંપનીમાં પણ ભાગીદાર હોવાનો આરોપ તેમણે કર્યો છે. હીરા જોટવાએ કહ્યું કે, છેલ્લા 3 વર્ષથી ભ્રષ્ટાચાર થયાના સમાચાર માધ્યમોમાં ચમકતું રહે છે. આ તપાસ પડતી મૂકીને અન્યની પર આંગળી કરે છે ચૈતર વસાવા. મંત્રીના દીકરાની ધરપકડ થાય ત્યારે કૌભાંડ ઉજાગર થવું જ જોઈએ. તપાસને બીજી દિશામાં વાળવા માટેનો ચૈતર વસાવાનો પ્રયાસ છે. નર્મદા જિલ્લામાં (Narmada) છેલ્લા 3 વર્ષમાં જે કંપનીઓ કામ કરે છે તેમની સામે તપાસની વાત કરવામાં નથી આવતી. ભ્રષ્ટાચાર જેણે કર્યો છે એને પકડીને પૂરવા જોઈએ. ચૈતર વસાવાએ મારી માનહાની કરી છે. આથી, ચૈતર વસાવા પર માનહાનીનો દાવો લગાવવામાં આવશે. ચૈતર વસાવાએ કોર્ટમાં પુરાવા આપવા પડશે.
આ પણ વાંચો - 'Sindoor Van' : 'Operation Sindoor' ની સફળતા બાદ AMC બનાવશે 'સિંદુર વન', 551 સિંદૂરનાં વૃક્ષ રોપાશે