Surat: અઠવાલાઇન પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શાસ્ત્રોકત વિધિ મુજબ કરી શસ્ત્ર પૂજા
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શાસ્ત્રોકત વિધિ મુજબ શસ્ત્રોની પૂજા
- દર વર્ષે દશેરા પર્વે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરાય છે શસ્ત્ર પૂજા
- શસ્ત્રોની હિન્દુ શાસ્ત્રોકત વિધિ મુજબ પૂજા અર્ચના
Surat: આજે વિજ્યાદશમી છે, આ દિવસે ભારતમાં શસ્ત્રોની પૂજા કરવામાં આવતી હોય છે. વિજ્યાદશમીના દિવસે શસ્ત્રોની પૂજા કરવાનું ખુબ જ મહત્વ હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સુરત (Surat)ના અઠવાલાઇન પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પણ શસ્ત્ર પૂજા કરવામાં આવી. નોંધનીય છે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શાસ્ત્રોકત વિધિ સાથે શસ્ત્રોની પૂજા કરવામાં આવી છે. દર વર્ષે અહીં શસ્ત્રોની પૂજા કરવામાં આવતી હોય છે. આ વખતે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શસ્ત્ર પૂજામાં ભાગ લીધો હતો.
Surat ના અઠવાલાઇન Police Head Quarters ખાતે શસ્ત્ર પૂજા | Gujarat First@sanghaviharsh @GujaratPolice @dgpgujarat #surat #police #harshsanghvi #ShastraPuja #SuratDussehra #HarshSanghavi #PoliceHeadquarters #WeaponWorship #DussehraRituals #HinduTraditions #VictoryOfDharma… pic.twitter.com/ZaBRGbma6X
— Gujarat First (@GujaratFirst) October 12, 2024
દર વર્ષે દશેરા પર્વે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરાય છે શસ્ત્ર પૂજા
અઠવાલાઈન પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દર વર્ષે દશેરા પર્વે શસ્ત્રનો પૂજા કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, શસ્ત્રોની હિન્દુ શાસ્ત્રોકત વિધિ મુજબ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. સૌ કોઈ જાણે છે કે, દશેરા પર શસ્ત્ર પૂજાનું અનેરું મહત્વ રહેલું છે. ભારતના વિવિધ વિસ્તારોમાં આજના દિવસે અસ્ત્ર અને શસ્ત્રની હિંદુ વિધિ સાથે પૂજા અને અર્ચના કરવામાં આવે છે.
“ शस्त्रेण रक्षिते राष्ट्रे, शास्त्र चिंता प्रवर्तते। ”
દશેરા એટલે અસત્ય પર સત્ય, આસુરી વૃત્તિઓ પર દૈવી શક્તિનું વિજય પર્વ અને આ દિવસે 'શસ્ત્ર પૂજન' કરવાની વર્ષો જૂની પરંપરા આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક ભવ્યતાને ઉજાગર કરે છે.
આજના પવિત્ર અને દૈવીય દિવસે સુરત ખાતે પોલીસ વિભાગના… pic.twitter.com/u5mH8vBigW
— Harsh Sanghavi (@sanghaviharsh) October 12, 2024
આ પણ વાંચો: અમદાવાદમાં Gujcomasol એ રાજ્યનું પહેલું Gujco Mart શરૂ કર્યું, ખેડૂત પાસેથી થશે સીધી ખરીદી
અધર્મ સામે ધર્મનો હંમેશા વિજય થતો હોય છે: ગૃહ રાજ્યમંત્રી
આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દશેરા નિમિત્તે રાજ્યના સર્વે નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે કહ્યું કે, અધર્મ સામે ધર્મનો હંમેશા વિજય થતો હોય છે અને અહંકાર સામે સચ્ચાઇની જીત છે. રાજ્યના લોકોની સુરક્ષાનો જ્યારે પ્રશ્નો ઉભા થાય ત્યારે આ જ શસ્ત્રો થકી શક્તિ આપવામાં આવે તેવી મનોકામના વ્યક્તિ કરી હતી. વધુમાં તેમણે રાવણ રૂપી ડ્રગ્સ, રાવણ રૂપી બળાત્કારીઓ અને રાવણ રૂપી વ્યાજખોરોનો સર્વનાશ થાય તેવી ઇશ્વરને પ્રાર્થના પણ કરી હતી.
આ પણ વાંચો: Mehsana : ભેખડ ધસી પડતા 5 નાં મોત, હજુ પણ 4 દટાયા હોવાની આશંકા