Mission for Million Trees 2025 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વૃક્ષારોપણ કર્યું
- Mission for Million Trees 2025 નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વૃક્ષારોપણ કર્યું
- મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં અમદાવાદ ક્લીન એન્ડ ગ્રીન સિટી -Clean and Green City બનવામાં દેશનું અગ્રેસર શહેર
- મુખ્યમંત્રીશ્રીના દિશા નિર્દેશનમાં ભારતના નંબર વન સ્વચ્છ શહેર અમદાવાદે ૨૦ લાખથી વધુ વૃક્ષો વાવ્યા
- મિશન ફોર મિલિયન ટ્રિઝ ૨૦૨૫ અંતર્ગત ૫૧% વૃક્ષારોપણની લક્ષ્ય સિદ્ધિ
Mission for Million Trees 2025 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં મિશન ફોર મિલિયન ટ્રિઝ ૨૦૨૫ (Mission for Million Trees 2025) અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.
કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા (Jagadish Vishwakarma), અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનીધી પાની, શહેર વિસ્તારના ધારાસભ્યશ્રીઓ, મહાનગરપાલિકાના હોદ્દેદારો પણ વૃક્ષારોપણ(Tree planting)માં જોડાયા હતા.
અમદાવાદ ક્લીન એન્ડ ગ્રીન સિટી બનવામાં દેશનું અગ્રેસર શહેર
ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના માર્ગદર્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે. ક્લીન સિટી અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની નેમ પાર પાડવા મહાનગરપાલિકાએ મુખ્યમંત્રીશ્રીના દિશા સૂચનમાં ચાલીસ લાખ વૃક્ષો વાવવાનું મિશન ફોર મિલિયન ટ્રિઝ ૨૦૨૫ ચલાવ્યું છે.
મિશન ફોર મિલીયન ટ્રીઝ ૨૦૨૫ અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ ૪૦ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યો છે. જે પૈકી તા. ૨૯-૦૭-૨૦૨૫ સુધી કરવામાં આવેલ વૃક્ષારોપણ સાથે કુલ ૨૦,૪૨,૬૮૯ વૃક્ષો રોપવામાં આવ્યા છે. આમ, ૪૦ લાખનાં લક્ષ્યાંકની સામે ૫૧% વૃક્ષારોપણની સિધ્ધી અમદાવાદ મહાનગરપાલિકાએ હાંસલ કરી છે.
આ ઉપરાંત કોઈ પણ નાગરિક AMC સેવા એપ ઉપર રજીસ્ટ્રેશન કરે તો અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ ઘર આંગણે જઈને વિનામૂલ્યે વૃક્ષારોપણ કરી આપે તેવી સવલત પણ શહેરીજનો માટે ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: Ahmedabad No -1 : સ્વચ્છતા બાદ સુરક્ષામાં પણ અમદાવાદ નંબર વન!