ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mission Vatsalya : ગંભીર ગુનાઓથી પીડિત બાળકોના જીવનમાં નવી આશાનો સંચાર

બાળ સંરક્ષણ ગૃહમાં આવેલા બાળકોનું પુનર્વસન કરી તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા સરકાર પ્રતિબધ્ધ
05:36 PM Aug 08, 2025 IST | Kanu Jani
બાળ સંરક્ષણ ગૃહમાં આવેલા બાળકોનું પુનર્વસન કરી તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા સરકાર પ્રતિબધ્ધ

Mission Vatsalya : મિશન વાત્સલ્ય હેઠળ બાળ સુરક્ષા વિષયક વર્કશોપનો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા (Bhanuben Babaria)અને રાજ્યમંત્રી  ભીખુસિંહજી પરમારે(Bhikhusinh Parmar) ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ-Social Justice & Empowerment Department (Government of Gujarat)ના સમાજ સુરક્ષા પ્રભાગ તથા સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી તેમજ સ્ટેટ એડોપ્શન રિસોર્સ એજન્સીના સંયુક્ત ઉપક્રમે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજના બાળકોને ઉછેર કરીને તેમને શ્રેષ્ઠ નાગરિક બનાવવા એ Mission Vatsalya નું ધ્યેય 

મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી અને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં નવ નિમણૂંક પામેલા સભ્યોને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કાર્યનું અભિન્ન અંગ ગણાવતાં જણાવ્યું હતું કે, દેશના ભવિષ્યના નાગરિક એવા આજના બાળકોને ઉછેર કરીને તેમને શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટેની શરૂઆત તમારે કરવાની છે. કોઈ કારણસર ખોટી દિશામાં ગયેલા બાળકોને યોગ્ય દિશામાં લાવવા તેમને કાઉન્સેલિંગ કરી યોગ્ય શિક્ષણ આપવાનું સેવાકીય કામ પણ આપણે સૌએ કરવાનું છે. કોઈ બાળક સંજોગોવસાત ભુલ કરે અને તે કાયદાના સંઘર્ષમાં આવે છે, ત્યારે તેને ન્યાય અપાવવાનું કામ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ (JJB)નું છે.

બાળ સંરક્ષણ ગૃહમાં આવેલા બાળકોનું પુનર્વસન કરી તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાના છે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું હતું કે, તમારે બાળકોને સંરક્ષણ ગૃહમાં પરિવાર જેવું વાતાવરણ પૂરું પાડવાનું છે. બાળ મજૂરી, બાળ લગ્ન કે બાળ તસ્કરી જેવા ગંભીર ગુનાઓથી પીડિત બાળકોને યોગ્ય રક્ષણ આપીને, તેમના જીવનમાં એક નવી આશાનો સંચાર કરવાનો છે. આપનું દરેક પગલું બાળકના શ્રેષ્ઠ હિતને પ્રાધાન્ય મળે તે જોવાનું છે.

Mission Vatsalya નો હેતુ સમાજમાં પુનઃસ્થાપન માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની છે

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે: તમારી ભૂમિકા માત્ર ન્યાય આપવા પૂરતી નથી, પરંતુ બાળકના પુનર્વસન, શિક્ષણ અને સમાજમાં પુનઃસ્થાપન માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની પણ છે. આપ સૌએ બાળકના વાલી બનીને તેમને યોગ્ય સલાહ, માર્ગદર્શન અને તાલીમ આપવાની છે. તમારા યોગ્ય માર્ગદર્શન થકી તે ભવિષ્યમાં એક જવાબદાર નાગરિક બની દેશને ઉપયોગી સાબિત થઈ શકશે.

બાળકોને કાયદાકીય ગૂંચવણોથી બચાવવા અને તેમને ઝડપી ન્યાય આપવા માટે સતર્ક રહેવા જણાવી મંત્રીશ્રીએ કહ્યું હતું કે, બાળ કલ્યાણ સમિતિ અને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ વચ્ચેનું સંકલન મજબૂત હોવું ખુબ જ જરૂરી છે. આજના વર્કશોપનો મુખ્ય ઉદેશ્ય બાળ કલ્યાણ સમિતિના સભ્યોમાં બાળ અધિકાર આધારિત અભિગમ અપનાવવો અને બાળકો સાથે મૈત્રીપૂર્ણ વાતાવરણ કેળવી તેમના પ્રત્યે સંવેદનશીલતા અને સુરક્ષાના વિષયો પ્રત્યે ચેતના લાવવાનો છે.

કોઈ પણ બાળક તેના અધિકારોથી વંચિત ન રહે

સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે(Bhikhusinh Parmar) પ્રાસંગિક ઉદબોદન કરતા જણાવ્યું હતું કે, જ્યારે કોઈ બાળક કાયદાના સંઘર્ષમાં આવે છે, ત્યારે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ તેના માટે આશાનું કિરણ બને છે. રાજ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, અહીં ઉપસ્થિત સૌનો ઉદ્દેશ દરેક બાળકને તેનો યોગ્ય હક મળે, તેનું બાળપણ સુરક્ષિત રહે અને તે એક સન્માનજનક જીવન જીવી શકે તેવો જ હોવો જોઈએ. અંતે તેમણે જણાવ્યું હતું કે ચાલો આપણે એવા સમાજનું નિર્માણ કરીએ જ્યાં કોઈ પણ બાળક તેના અધિકારોથી વંચિત ન રહે.

Mission Vatsalya બાળ અધિકાર આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે, જ્યારે બાળકોને ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે ત્યારે તમારે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય બનાવવાના મહત્વના આ કાર્યમાં પોતાનું યોગદાન આપવાનું છે. તમારે બાળકોના શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાને પ્રાધાન્ય આપી કાર્ય કરવાનું છે. બાળકોના ભવિષ્ય ઉજ્જવળ બને તેના માટે કાર્યરત રહેવા તેમણે અનુરોધ કર્યો હતો.

આ વર્કશોપના ઉદ્ઘાટન સમારોહમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર  મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ  શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ તથા સમાજ સુરક્ષા પ્રભાગના સંયુક્ત નિયામક શ્રી હંસાબેન વાળા તથા ચાઈલ્ડ વેલ્ફેર કમિટી અને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના નવા નિમણૂંક પામેલા સભ્યો હાજર રહ્યાં હતા

આ પણ વાંચો: Monsoon Session : વડોદરાના સાંસદે ભારતની વિદેશ નીતિમાં યુવાનોના દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કર્યું

Tags :
Bhanuben BabariaBhikhusinh ParmarJuvenile Justice BoardMission VatsalyaSocial Justice & Empowerment Department
Next Article