Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MLA મેવાણી અને IPS એસ. પાંડીઆ રાજકુમાર વચ્ચે મોબાઈલ ફોનના મુદ્દે મહાભારત

MLA : માન અને અભિમાનની લડાઈ કેટલી લાંબી ચાલશે તેની ખબર નથી, પરંતુ મોબાઈલ ફોનના મુદ્દે હાલ મહાભારત સર્જાયું છે. 15 ઑક્ટોબરના રોજ ગાંધીનગર પોલીસ ભવન (Police Bhavan Gandhinagar) માં બનેલી ઘટનાએ વિકરાળ સ્વરૂપધારણ કરી લીધું છે. સાચું કોણ MLA...
mla મેવાણી અને ips એસ  પાંડીઆ રાજકુમાર વચ્ચે મોબાઈલ ફોનના મુદ્દે મહાભારત
Advertisement

MLA : માન અને અભિમાનની લડાઈ કેટલી લાંબી ચાલશે તેની ખબર નથી, પરંતુ મોબાઈલ ફોનના મુદ્દે હાલ મહાભારત સર્જાયું છે. 15 ઑક્ટોબરના રોજ ગાંધીનગર પોલીસ ભવન (Police Bhavan Gandhinagar) માં બનેલી ઘટનાએ વિકરાળ સ્વરૂપધારણ કરી લીધું છે. સાચું કોણ MLA જિજ્ઞેશ મેવાણી કે IPS એસ. પાંડીઆ રાજકુમાર તેની ખબર નથી. પ્રજાના સેવકે IPS પર લગાવેલા આરોપોના ખુલાસા પાંડીઆએ એક ખાનગી ન્યૂઝ સર્વિસને ઈન્ટરવ્યુ આપીને કર્યા છે. મોબાઈલ ફોનમાં રેકૉર્ડિંગ કરાતું હોવાની શંકાને લઈને શરૂ થયેલા ઘમાસણની વચ્ચે વાસ્તવિકતા શું છે અને કેવો છે IPS પાંડીઆની ઑફિસનો માહોલ. વાંચો આ અહેવાલમાં...

MLA મેવાણીએ શું લગાવ્યા છે આરોપ ?

કૉંગ્રેસના ધારાસભ્ય (Congress MLA) જિજ્ઞેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડીયા સપ્તાહ અગાઉ ગાંધીનગર પોલીસ ભવન ખાતે SC-ST Cell ના ઈન્ચાર્જ વડાને મળવા ગયા હતા. કચ્છમાં આવેલી દલિતના અધિકારની જમીનના વિવાદના મુદ્દે મેવાણી અગાઉ ગાંધીધામ SP અને બોર્ડર રેન્જ આઈજી (Border Range IG) ને વારંવાર રજૂઆત કરી ચૂક્યાં છે. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી (Jignesh Mevani) એસ. પાંડીઆ રાજકુમારને મળવા તેમની ચેમ્બરમાં પ્રવેશ્યા બાદ સ્થાન ગ્રહણ કરીને પોતાના બે મોબાઈલ ફોન ટેબલ પર મુક્યા હતા. ટેબલ પર મુકેલા બંને ફોન જોઈને IPS પાંડીઆ તુરંત ભડક્યા હતા અને તમે રેકૉર્ડિંગ કરો છો ? તેમ કહીને ઉગ્ર બની ગયા હતા. MLA Jignesh Mevani સાથે થયેલી વાત અનુસાર તેમના સાથી હિતેન્દ્ર પીઠડીયાનો મોબાઈલ ફોન પોલીસે પ્રવેશ પહેલાં જ બહાર મુકાવી દીધો હતો.

Advertisement

IPS પાંડીઆએ શું કર્યા ખુલાસા ?

એસ. પાંડીઆ રાજકુમાર (S. Pandia Rajkumar) એ ખાનગી ન્યૂઝ સર્વિસને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, અગાઉ અનેક MLA - MP મારી ઑફિસમાં આવી ચૂક્યાં છે. MLA મેવાણી આવ્યા ત્યારે તેમને રાહ જોવડાવ્યા વિના અન્ય મુલાકાતીઓથી પહેલાં ચેમ્બરમાં બોલાવી લીધા. મેવાણી કયા મુદ્દે રજૂઆત કરવા આવ્યા છે તેની મને ખબર જ ન હતી. તેમણે આવતાંની સાથે જ મોટા અવાજે મને ચેમ્બરની બહાર રીસિવ કરવા કેમ ના આવ્યા ? તેમ કહી મેવાણીએ બે મોબાઈલ ફોન ટેબલ પર ઉંધા મુકી વૉઈસ રેકૉર્ડિંગ (Voice Recording) શરૂ કર્યું હતું. જેથી મેં તેમને રેકૉર્ડિંગ બંધ કરવાનું અથવા તો મોબાઈલ ફોન બહાર મુકવા માટે કહ્યું હતું. નહીં તો હું તમારી વાત સાંભળીશ નહીં શકું. આ સમયે મારા સાથી ડીવાયએસપી ડી. પી. ચુડાસમા (D P Chudasma DySP) બેઠા હતા.

Advertisement

સંવેદનશીલ ચર્ચા વખતે સ્ટાફના ફોન બહાર

ગાંધીનગર પોલીસ ભવનમાં DGP થી લઈને DySP કક્ષાના અનેક અધિકારીઓ બેસે છે. આ અધિકારીઓની ચેમ્બરમાં કામ અથવા કોઈ મુદ્દે કરવામાં આવતી ચર્ચાને લઈને સતત અધિકારી-કર્મચારીઓની અવરજવર રહે છે, પરંતુ કોઈને અધિકારીની ચેમ્બરમાં પ્રવેશ પહેલાં પોતાનો મોબાઈલ ફોન બહાર મુકવો પડતો નથી. વાત કરીએ, રાજકુમાર પાંડીયન (Rajkumar Pandian) ના નામથી ઓળખાતા એસ. રાજકુમાર પાંડીઆની તો તેમની ચેમ્બરમાં કોઈ કેસના મુદ્દે સંવેદનશીલ ચર્ચા કરવાની હોય તો કેટલાંક અધિકારીઓને બાદ કરતા બાકીનો સ્ટાફ પોતાના મોબાઈલ ફોન ચેમ્બરની બહાર મુકીને જ પ્રવેશ કરે છે.

પાંડીઆનો સૌથી મોટો ડર મોબાઈલ ફોન

સુરત રેન્જ આઈજી (Surat Range IG) તરીકે એસ. પાંડીઆ રાજકુમાર ફરજ બજાવતા હતા ત્યારથી જ તેઓ મોબાઈલ ફોનને લઈને ચર્ચામાં આવ્યા છે. એક ચર્ચા અનુસાર સુરત રેન્જ ઑફિસમાં મુલાકાતે આવતા બિલ્ડર (Builder), જમીન દલાલ (Land Broker), વેપારી કે અરજદારના મોબાઈલ ફોન બહાર મુકાવવા ઉપરાંત તેમની શરીર કે કપડાંમાં કોઈ રેકૉર્ડિંગ ડિવાઈસ (Recording Device) છુપાવેલું છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવતી હતી. CID Crime Gandhinagar ખાતેની ઑફિસમાં આજની તારીખે મુલાકાતીને મોબાઈલ ફોન ઉપરાંત ડિજિટલ વૉચ પહેરીને અંદર જવા દેવામાં આવતા નથી. ક્યારેક કોઈએ શર્ટના ખિસ્સામાં ભરાવેલી પેન શંકાસ્પદ જણાય તો તેને પણ બહાર મુકાવવામાં આવે છે.

આ પણ વાંચો:  FIR નહિ નોંધવા તાગડધિન્ના કરતી ગુજરાત પોલીસને સુધરી જવા DOP ની ચેતવણી

Tags :
Advertisement

.

×