Bharuch ના 56 ગામોમાં 7.30 કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડમાં તપાસની માંગ, વેરાવળની બે એજન્સીઓ સામે ફરિયાદ દાખલ
- ભરૂચના અનેક ગામોમાં સામે આવ્યું મનરેગા કૌભાંડ
- 56 ગામોમાં 7.30 કરોડ રૂપિયાના કૌભાંડની તપાસની માગ
- આમોદ, જંબુસર અને હાસોટ તાલુકામાં મનરેગા કૌભાંડ ખુલ્યું
- કામની ગુણવત્તાના અભાવ અને માનવશ્રમ વિના કાર્યોની ફરિયાદ
- ઓછી ગુણવત્તાના રસ્તા બનાવી રૂપિયા પડાવવાનો આક્ષેપ
ભરૂચ જીલ્લામાં મનરેગા કૌભાંડ થયું હોવાના આક્ષેપ સાથે સરકાર ના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા ભરૂચ જિલ્લાના 56 ગામોમાં અંદાજિત અલગ અલગ એજન્સીઓએ સરકારમાં ખોટા નકલી બીલો મૂકી ઘટના સ્થળે કામો કરાવ્યા વિના બીલો મૂકી 7 કરોડ 30 લાખની નાણાંકીય ગેરરીતિ ઉચાપત કરી હોવાનું સામે આવતા ભરૂચના મદદનીશ પ્રયોજન અધિકારી દ્વારા ભરૂચ એ ડિવિઝન પોલીસમાં ગીર સોમનાથની બે એજન્સીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદનો તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
ભરૂચમાં મદદનીશ પ્રયોજના અધિકારી પ્રતિક ચૌધરી રહે.મક્તમપુર જીલ્લા પંચાયતના રહીશે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે મનરેગા યોજનામાં આમોદ.જંબુસર અને હાંસોટ તાલુકાઓમાં એજન્સીઓએ ગેરરીતિ કરી છે.જેમાં ભરૂચ જીલ્લામાં મનરેગા યોજના હેઠળ માલ સમાન સપ્લાય કરનાર શ્રી જલારામ એન્ટરપ્રાઈઝ અને મુરલીઘર એન્ટરપ્રાઈઝ વિરુદ્ધ ટેન્ડર વિરુદ્ધ બિલનું ચુકવણું થવા બાબતે જે તે જીલ્લા વિકાસ અધિકારી ભરૂચનાઓને મળેલી રજૂઆતના પગલે તપાસ કરવામાં આવતા ભરૂચ જીલ્લાના જંબુસર,આમોદ અને હાંસોટ ત્રણેય તાલુકાના ટીડીઓને નોટિસ આપી તપાસ અર્થે હજાર થવા માટે ફરમાન કર્યું હતું.છતાં પણ તપાસ માં સહકાર આપ્યો ન હોય અને સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવતા 56 ગામોમાં મનરેગા યોજનાના કામો કર્યા વિના જ જલારામ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર પિયુષ રતિલાલ નુકાણી તથા મુરલીધર એન્ટરપ્રાઈઝ પ્રોપરાઈટ જોધા ભાઈ નારણ સભાડ બંને રહે,સુપાસી વેરાવળ ગીર સોમનાથ નાઓ તથા તપાસમાં જે સરકારી અધિકારી,કર્મચારી,કરાર આઉટ સોર્સ આધારિત કર્મચારી તથા તપાસ માં જે નીકળે તે વિગેરે નાઓ સામે આઈપીસીની કલમ 409,406,465,467,468,471,120 (બી),114 મુજબ ગુનો દાખલ એ ડિવિઝન પોલીસ મથકમાં કરાવતા તપાસ કરવામાં આવી રહી છે.
મનરેગા કૌભાંડમાં સ્થળ ઉપર રોડ બન્યા છે અને મટીરીયલ સપ્લાય થયું છે તેનું નિરીક્ષણ કોને કર્યું?
મનરેગા કૌભાંડ નો પ્રારંભ દાહોદ થી થયો છે અને દરેક જીલ્લામાં તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવે તેમ છે.જે તપાસ ભરૂચમાં પણ કરવામાં આવતા 56 ગામોમાં મનરેગા કૌભાંડ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા 7 કરોડની ફરિયાદ થતા ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ સાથે પોતાના રહેણાંક છોડી ભાગવાના પ્રયાસો કરતા હોવાની ચર્ચાઓ લોકોમાં ચાલી રહી છે.પરંતુ મનરેગામાં એજન્સીઓએ મટીરીયલ સપ્લાય કર્યું અને રોડ બની ગયા તેનું નિરીક્ષણ કોને કર્યું? શું તેમને સસ્પેન્ડ કરવામાં આવશે તેવા સવાલો પણ લોકોમાં ચર્ચા સ્પદ બન્યા છે.
આ પણ વાંચોઃ Surat માં બે માર્ગ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો, વાનચાલકે પાંચ લોકોને લીધા અડફેટે
આમોદ,જંબુસર અને હાંસોટ તાલુકાના ટીડીઓને મનરેગા મુદ્દે નોટીસ આપી તપાસ રિપોર્ટ રજૂ કરવા આહવાન કર્યું હતું
ભરૂચ જીલ્લાના આમોદ.જંબુસર અને હાંસોટ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીની મનરેગા યોજનામાં ચૂકવી અને કામગીરી મુદ્દે રિપોર્ટ રજુ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું પરંતુ રિપોર્ટ લઈ કેટલાક અધિકારો હાજર ન થતા તપાસમાં મનરેગા યોજનામાં કૌભાંડ થયું હોય તેવું તપાસમાં બહાર આવતા આખરે અધિકારીએ એજન્સીઓ અને કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે 7 કરોડ 30 લાખની ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચોઃ Gandhinagar : રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર, SMCના DYSP ને SP તરીકે પ્રમોશન
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ