ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Morbi : ચેલેન્જ રાજનીતિ વચ્ચે કાંતિ અમૃતિયાનું વધુ એક નિવેદન, હવે વિકાસકામની Challenge!

ધારાસભ્યે વિકાસકામોની ચેલેન્જ આપી છે. તેમણે કહ્યું કે, મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં સમસ્યા દૂર થઈ જશે.
05:15 PM Jul 12, 2025 IST | Vipul Sen
ધારાસભ્યે વિકાસકામોની ચેલેન્જ આપી છે. તેમણે કહ્યું કે, મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં સમસ્યા દૂર થઈ જશે.
Morbi_Gujarat_first
  1. મોરબીમાં ચેલેન્જ રાજનીતિ વચ્ચે કાંતિ અમૃતિયાનું વધુ એક નિવેદન (Morbi)
  2. મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં સમસ્યા દૂર થઈ જશે : MLA કાંતિલાલ અમૃતિયા
  3. "આગામી 6 મહિનામાં તમામ જગ્યાએ કામગીરી શરૂ થઈ જશે"
  4. "લોક પ્રશ્નોનાં નિવારણ માટે વોર્ડ દીઠ કાર્યકરો રાખવામાં આવ્યા"
  5. વીસીપરા, લાતી પ્લોટ વિસ્તારમાં કામગીરી શરૂ થઈ જશે : ધારાસભ્ય

Morbi : મોરબીમાં 'ચેલેન્જ'ની રાજનીતિ વચ્ચે મોરબી ભાજપ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનું (BJP MLA Kantilal Amrutia) વધુ એક નિવેદન સામે આવ્યું છે. હવે, ધારાસભ્યે વિકાસકામોની ચેલેન્જ આપી છે. તેમણે કહ્યું કે, મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં સમસ્યા દૂર થઈ જશે. આગામી 6 મહિનામાં તમામ જગ્યાએ કામગીરી શરૂ થઈ જશે. અગાઉ કાંતિલાલ અમૃતિયા અને આમ આદમી પાર્ટીનાં નેતા અને વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા (MLA Gopal Italia) વચ્ચે રાજીનામું ધરી ફરી મોરબીથી ફરી ચૂંટણી લડવા એકબીજાને ચેલેન્જ આપવામાં આવી હતી.

આ પણ વાંચો - Morbi : 'ચેલેન્જની ચૂંટણી' માં વધુ એક નેતાની 'Entry', જીતુ સોમાણીએ કહ્યું- ગોપાલ ઈટાલિયા જીતશે તો હું..!

મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં સમસ્યા દૂર થઈ જશે : MLA કાંતિલાલ અમૃતિયા

જુનાગઢમાં (Junagadh) વિસાવદરનાં નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને રાજીનામું ધરી મોરબીમાંથી (Morbi) ફરી ચૂંટણી લડી જીતી બતાવવાની ચેલેન્જ આપી રૂપિયા બે કરોડ ઇનામ તરીકે આપવાની વાત કરનારા ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. મોરબીમાં ચેલેન્જની રાજનીતિ વચ્ચે ધારાસભ્યે હવે વિકાસકામોની ચેલેન્જ આપી છે અને કહ્યું કે, મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં સમસ્યા દૂર થઈ જશે. આગામી 6 મહિનામાં તમામ જગ્યાએ કામગીરી શરૂ થઈ જશે.

આ પણ વાંચો - Morbi : કાંતિ અમૃતિયા- 'એ જીતશે તો હું 2 કરોડ આપીશ...', પડકાર ઝીલી ગોપાલ ઇટાલિયાએ કહી આ વાત

'વીસીપરા, લાતી પ્લોટ વિસ્તારમાં કામગીરી શરૂ થઈ જશે'

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આગળ કહ્યું કે, લોક પ્રશ્નોના નિવારણ માટે વોર્ડ દીઠ કાર્યકરો રાખવામાં આવ્યા છે. વીસીપરા, લાતી પ્લોટ વિસ્તારમાં કામગીરી શરૂ થઈ જશે. કરોડોનાં ખર્ચે રોડ રસ્તાનાં ખાતમુહૂર્ત થશે. નોંધનીય છે કે, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને MLA ગોપાલ ઇટાલિયા વચ્ચે ચેલેન્જની રાજનીતિએ સમગ્ર રાજ્યમાં ચર્ચા શરૂ કરી છે. વિવિધ નેતા, રાજનૈતિક નિષ્ણાતો અને નાગરિકો આ અંગે અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો - VADODARA : દુર્ઘટના મામલે મોટું નિવેદન, 'દોષિતો વિરૂદ્ધ કડક પગલાં લેવાશે' - સી.આર. પાટીલ

Tags :
Aam Aadmi PartyBJP MLA Kantilal Amrutiagujaratfirst newsJunagadhMLA Gopal ItaliamorbiMorbi PoliticsTop Gujarati NewsVisavadar
Next Article