Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Morbi : બાળકોના જીવ જોખમમાં મુકનાર બસ ચાલકને ત્રણ વર્ષ કેદની સજા ફટકારતી મોરબી કોર્ટ

માળીયા મી.માં તા-27/07/2017 ના રોજ કુંતાશી રાજપર જતા રોડ પર આવેલ કોજવેમા સ્કૂલની બસનાં ચાલકે પોતાની બસ પાણીમા બેદરકારીથી ચલાવી બસ પાણીમાં વચ્ચે મૂકી નાશી જતા મોરબી કોર્ટે છ વર્ષ પછી આરોપીને ત્રણ વર્ષ કેદની સજા ફટકારી છે. બાળકોના જીવ...
morbi   બાળકોના જીવ જોખમમાં મુકનાર બસ ચાલકને ત્રણ વર્ષ કેદની સજા ફટકારતી મોરબી કોર્ટ
Advertisement

માળીયા મી.માં તા-27/07/2017 ના રોજ કુંતાશી રાજપર જતા રોડ પર આવેલ કોજવેમા સ્કૂલની બસનાં ચાલકે પોતાની બસ પાણીમા બેદરકારીથી ચલાવી બસ પાણીમાં વચ્ચે મૂકી નાશી જતા મોરબી કોર્ટે છ વર્ષ પછી આરોપીને ત્રણ વર્ષ કેદની સજા ફટકારી છે.

બાળકોના જીવ જોખમમાં મુક્યા હતા

Advertisement

મળતી માહિતી અનુસાર, મોરબીમાં ગત તા-27/07/2017 ના રોજ જીજે-03-એ-0958 નંબરની નિલકંઠ વિદ્યાયલયની સ્કૂલ બસના ચાલકે પોતાની બસમાં આશરે 30 છોકરાઓને બેસાડી કુંતાશી રાજપર જતા રોડ પર આવેલ કોજવેલમા પાણી વધારે હોવા છતા બેદરકારીથી પાણીમાં નાખતા બસ નમી જતા બાળકોનો જીવ જોખમેં મૂકી પોતે બસ સ્થળ પર મૂકી નાશી જતા સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈ માળીયા મી. પોલીસે આરોપીને પકડી પાડી તેને કોર્ટમાં રજુ કર્યો હતો.

Advertisement

3 વર્ષની કેદ, રૂ. 16 હજારનો દંડ

જેમાં મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવે ની ધારદાર દલીલો અને12 મૌખીક પુરાવા અને 06 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇને આરોપી લાખાભાઇ રામાભાઇ બોરીચા (રહે. દેવગઢ તા.માળીયા મી. જી.મોરબી)ને તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષ કેદની સજા તેમજ રૂ. 16,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.

અહેવાલ : ભાસ્કર જોષી, મોરબી

આ પણ વાંચો : ગોંડલ સ્ટોપ હોવા છતા બાયપાસ કરી જતી એસટી બસમાં સ્ટિંગ કરાયુ, ડેપો મેનેજરને ભણાવાયો પાઠ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×