ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Political controversy: લ્યો બોલો, આ જિલ્લામાં ભાજપના જ નેતા પક્ષના નેતાને ધારાસભ્ય નથી માનતા

Morbi District Political controversy: મોરબી જિલ્લા પંચાયતના સભ્ય અને ધારાસભ્ય સામસામે આવ્યાં છે. ભાજપ નેતા દ્વારા કરવામાં આવેલા જ પક્ષના ધારાસભ્ય પર આરોપથી રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.
05:15 PM Dec 14, 2024 IST | VIMAL PRAJAPATI
Morbi District Political controversy: મોરબી જિલ્લા પંચાયતના સભ્ય અને ધારાસભ્ય સામસામે આવ્યાં છે. ભાજપ નેતા દ્વારા કરવામાં આવેલા જ પક્ષના ધારાસભ્ય પર આરોપથી રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.
Morbi
  1. જિલ્લા પંચાયતના સભ્ય અને ધારાસભ્ય આવ્યા સામસામે
  2. ભાજપ નેતા જ પક્ષના ધારાસભ્ય પર આરોપથી રાજકીય ગરમાવો
  3. હું કોઈના કહેવાથી ધારાસભ્ય નથી બન્યોઃ કાંતિ અમૃતિયા

Morbi District Political controversy: મોરબી જિલ્લામાં ખુદ ભાજપના નેતાઓ જ ધારાસભ્યની વાત નથી માનતા એવા અહેવાલો સામે આવ્યાં છે. વિગતે વાત કરવામાં આવે તો, મોરબી જિલ્લા ભાજપમાં અત્યારે જૂથવાદ અને વિવાદ ફરીથી ચરમસીમાએ પહોંચી ગયો છે. છેલ્લા ઘણા સમયથી મોરબીમાં જિલ્લા ભાજપના નેતોઓ વચ્ચે વાદ-વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ અત્યારે આ વિવાદ વધારે વણસી જતો હોય તેવું લાગી રહ્યું છે.

જિ.પં સભ્ય અજય લોરિયાએ કાંતિ અમૃતિયા પર આરોપ કર્યો

નોંધનીય છે કે, મોરબી જિલ્લા પંચાયત (Morbi District Panchayat)ના સભ્ય અને ધારાસભ્ય સામસામે આવ્યાં છે. ભાજપ નેતા દ્વારા કરવામાં આવેલા જ પક્ષના ધારાસભ્ય પર આરોપથી રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતના સભ્ય અજય લોરિયા (Ajay Loria)એ MLA કાંતિ અમૃતિયા (MLA Kantilal amrutiya) પર આરોપ કર્યો છે. એટલું જ નહીં પરંતુ નિમંત્રણ પત્રિકામાં નામ કપાતા બે નેતાઓ વચ્ચે વાકયુદ્ધ સર્જાયું છે. અજય લોરિયાએ કહ્યું કે, ‘હું અમૃતિયાને ધારાસભ્ય નથી માનતો’

આ પણ વાંચો: Khyati Hospital Scam માં સૌથી મોટા સમાચાર, ફરાર ડો. રાજશ્રી કોઠારી રાજસ્થાનથી ઝડપાઈ

અમે વીડિયોબાજ નથી, કામથી ઉજળા છીએઃ અજય લોરિયા

વિગતે વાત કરવામાં આવે તો, અજય લોરિયા (Ajay Loria)એ કહ્યું કે, અમે વીડિયોબાજ નથી, કામથી ઉજળા છીએ. એટલુ જ નહીં પરંતુ પત્રિકામા નામ બાબતે કહ્યું કે, ‘પત્રિકામાં નામ કપાવવાથી ફરક નથી પડતો.’ નવરાત્રિ બગાડવા મંડપવાળાને ઉશ્કેર્યાનો પણ આરોપ પણ અજય લોરિયાએ કર્યો છે. જો કે, અજય લોરિયાના આરોપ મુદ્દે MLA કાંતિલાલ અમૃતિયા (MLA Kantilal amrutiya)એ મૌન તોડ્યું છે અને પોતાની વાત મીડિયા સમક્ષ મૂકી છે.

આ પણ વાંચો: મહંત વિજય બાપુના વિવાદમાં વધુ એક મહંતની પ્રતિક્રિયા, કહ્યું- કોઈને પર્સનલ વાંધો હોય તો...

એક વ્યક્તિ ન માને તો હું ધારાસભ્ય મટી જવાનો નથીઃ MLA કાંતિ અમૃતિયા

MLA કાંતિલાલ અમૃતિયાએ કહ્યું કે, હું સાતમી વાત ચૂંટાઈને આવ્યો છે. હું કોઈના કહેવાથી ધારાસભ્ય નથી બન્યો અને એક વ્યક્તિ ન માને તો હું ધારાસભ્ય મટી જવાનો નથી. MLA કાંતિ અમૃતિયાએ કહ્યું, મે આમંત્રણ કાર્ડ જોયું પણ નથી. અને મારે નામ બાબતે કઈ કહેવું પણ નથી. શું કામ નહોતું અને કેમ મંડપવાળાએ મને ફોન કર્યો એ બાબતે મારે કઈ નથી કહેવું એ મામલે મંડપવાળો જવાબ આપશે. નોંધનીય છે કે, નવરાત્રી મુદ્દે કાંતિ અમૃતિયાએ કહ્યું કે, મંડપવાળો જવાબ આપશે. મહત્વની વાત એ છે કે, અત્યારે મોરબી જિલ્લામાં ભાજપ નેતાઓના જૂથવાદનો મુદ્દે પ્રદેશ કક્ષાએ પહોંચ્યો છે.

આ પણ વાંચો: વિપક્ષ નેતા Shehzad Khan Pathan નો મોટો આરોપ! કહ્યું - 4 વર્ષમાં 100 કરોડ ચૂકવ્યાં છતાં..!

Tags :
Ajay VS MLA Kantilal Amrutiyabjp Political controversyGujarati Top NewsMLA Kantilal AmrutiyaMorbi BJPMorbi District Panchayat memberMorbi District Panchayat member Ajay LoriaPolitical ControversyTop Gujarati News
Next Article