Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Morbi: માળીયા મિયાણામાં ગોળી મારી યુવકની હત્યા, જૂની અદાવતમાં ફાયરિંગની ઘટના બની

મોરબીના માળીયા મિયાણામાં આજે સર્જાયેલા ગોળીબારના એક ચોંકાવનારા બનાવે સમગ્ર પંથકમાં સનસનાટી મચાવી દીધી છે. એક યુવાનની જાહેરમાં ગોળી ધરબીને કરાયેલી હત્યા પાછળની જૂની અદાવતની આશંકા હવે પોલીસ તપાસનો મુખ્ય મુદ્દો બની છે. હજુ સુધી હત્યારાઓ પોલીસ પકડથી દૂર છે ત્યારે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
morbi  માળીયા મિયાણામાં ગોળી મારી યુવકની હત્યા  જૂની અદાવતમાં ફાયરિંગની ઘટના બની
Advertisement

મોરબીના (Morbi) માળીયા મિયાણા (Maliya Miyana) વિસ્તારમાં આજે સાંજે ગોળીબારની ગંભીર ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, માળીયા મિયાણામાં હૈદર મોવર (Haidar Movar) નામના યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા ગોળી ધરબીને નિર્મમ હત્યા (Murder) કરવામાં આવી છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને સ્થાનિક લોકોના ટોળે-ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

જૂની અદાવતમાં યોજનબદ્ધ ફાયરિંગ

પ્રાથમિક તપાસ અને સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ હત્યા પાછળનું મુખ્ય કારણ જૂની અદાવત (Old Rivalry) હોવાનું સામે આવી રહ્યું છે. હત્યારાઓએ અત્યંત આયોજનબદ્ધ રીતે ફાયરિંગ (Firing) કરી હૈદર મોવરનો જીવ લીધો હતો. ઘટનાની જાણ થતા જ માળીયા મિયાણા પોલીસ (Maliya Miyana Police) નો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પુરાવા એકત્રિત કરવાની કવાયત શરૂ કરી છે.

Advertisement

Morbi: મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

પોલીસ દ્વારા મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે નજીકની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા શખ્સોને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. માળીયા મિયાણામાં આ પ્રકારની હિંસક ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થા પર પણ પ્રશ્નાર્થ ચિન્હો લાગ્યા છે. પોલીસ અત્યારે આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસી રહી છે જેથી હત્યારાઓનું પગેરું મેળવી શકાય. આ ઘટનાને લઈને મૃતકના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે અને આરોપીઓને વહેલી તકે કડક સજા મળે તેવી માંગ ઉઠી છે.

Advertisement

આ પણ વાંચો: Amreli: વડીયામાં કાળમુખા શ્વાનોનો આતંક, 25 દિવસમાં 4 બળકો પર જીવલેણ હુમલા

Tags :
Advertisement

.

×