Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Morbi ના હળવદ પાસે નર્મદા કેનાલમાં મોટી દુર્ઘટના, ન્હાવા પડેલા બે કિશોરો ગરકાવ

મોરબીના હળવદમાં માનસર પાસેની કેનાલ એક પરિવાર માટે કાળમુખી સાબિત થઈ છે. તમિલનાડુથી પિતા સાથે ટ્રકમાં નીકળેલા બે માસૂમ બાળકો માટે આ મુસાફરી અંતિમ સાબિત થશે તેવી કોઈને કલ્પના પણ નહોતી. ન્હાવા પડેલા કિશોરો કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ
morbi ના હળવદ પાસે નર્મદા કેનાલમાં મોટી દુર્ઘટના  ન્હાવા પડેલા બે કિશોરો ગરકાવ
Advertisement
  • Morbi ના હળવદ નજીક નર્મદા કેનાલમાં સર્જાઈ મોટી દુર્ઘટના
  • માનસર પાસેની કેનાલમાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબ્યા
  • તમિલનાડુના વતની 13 અને 15 વર્ષના કિશોરો પાણીમાં ગરકાવ
  • પિતા સાથે ટ્રકમાં મોરબી જતી વખતે માર્ગમાં બની ઘટના
  • ફાયર અને પોલીસની ટીમ દ્વારા કેનાલમાં સર્ચ ઓપરેશન શરૂ
  • પિતાની નજર સામે જ બે માસૂમ વ્હાલસોયા પાણીમાં ઓજલ થયા

મોરબી (Morbi) જિલ્લાના હળવદ (Halvad) તાલુકામાં આવેલી નર્મદા કેનાલમાં આજે એક અત્યંત કરૂણ દુર્ઘટના સર્જાઈ છે. હળવદના માનસર પાસે પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં (Dhrangadhra Branch Canal) ન્હાવા પડેલા બે સગીર બાળકો અચાનક પાણીના તેજ પ્રવાહમાં ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટના બાદ સ્થાનિકો અને તંત્રમાં ભારે ફાળ પડી છે.

Morbi_gujarat_first_news

Advertisement

Morbi: બંને બાળકો તમિલનાડુના વતની

મળતી પ્રાથમિક વિગતો અનુસાર, આ બંને બાળકો તમિલનાડુના (Tamil Nadu) વતની હોવાનું જાણવા મળ્યું છે. આ બંને કિશોરો (ઉંમર વર્ષ 13 અને 15) તેમના પિતા સાથે ટ્રકમાં બેસીને મોરબી (Morbi) તરફ જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન હળવદ નજીક માનસર પાસે ટ્રક ઉભી રહેતા બંને બાળકો કેનાલના કિનારે ન્હાવા માટે ઉતર્યા હતા. કેનાલના પાણીનો અંદાજ ન આવતા બંને બાળકો એકાએક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

Advertisement

Morbi_gujarat_first_news

ફાયર વિભાગ દ્વારા બાળકોની કેનાલમાં શોધખોળ

ઘટનાની જાણ થતા જ હળવદ પોલીસ (Halvad Police) અને ફાયર વિભાગની ટીમ (Fire Department) તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. કેનાલના ધસમસતા પ્રવાહમાં બાળકોને શોધવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation) શરૂ કરવામાં આવ્યું છે. પિતાની નજર સામે જ બે સંતાનો પાણીમાં ગરકાવ થઈ જતા પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. હાલમાં ફાયર વિભાગના તરવૈયાઓ દ્વારા કેનાલમાં ઉતરીને બાળકોની શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સચોટ સફળતા મળી નથી.

આ પણ વાંચો: Ahmedabad: વટવા હત્યાકાંડમાં ગજબનો ટ્વિસ્ટ, Drishyam ને પણ ફિકી પાડે તેવી મર્ડર મિસ્ટ્રી

Tags :
Advertisement

.

×