Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Morbi: અચાનક ગાડીમાં લાગી ભયાનક આગ, સિરામિક ઉદ્યોગપતિ અજય ગોપાણી કારમાં આગથી થયા ભડથું

મોંઘીદાટ કાર છતાં અચાનક આગ લઈ શકે છે તમારો જીવ! અચાનક આગ લાગતા કિયા કંપનીની કાર ભડભડ સળગી સિરામિક ઉદ્યોગપતિ અજય ગોપાણીનું દુર્ઘટનામાં મોત કારની પાછળની સીટમાં રહેલા 5 લાખ રોકડા સલામત Morbi: રસ્તા પર ચાલતી કારોમાં અત્યારે આગ...
morbi  અચાનક ગાડીમાં લાગી ભયાનક આગ  સિરામિક ઉદ્યોગપતિ અજય ગોપાણી કારમાં આગથી થયા ભડથું
  1. મોંઘીદાટ કાર છતાં અચાનક આગ લઈ શકે છે તમારો જીવ!
  2. અચાનક આગ લાગતા કિયા કંપનીની કાર ભડભડ સળગી
  3. સિરામિક ઉદ્યોગપતિ અજય ગોપાણીનું દુર્ઘટનામાં મોત
  4. કારની પાછળની સીટમાં રહેલા 5 લાખ રોકડા સલામત

Morbi: રસ્તા પર ચાલતી કારોમાં અત્યારે આગ લાગવાની ઘટનાઓ વધારે બની રહીં છે. કાર ગમે તેટલી મોંઘી હોય પરંતુ તમારા જીવનું કોઈ નક્કી હોતું નથી. ગમે તેટલી મોંઘીદાટ કાર હોય છતાં અચાનક લાગેલી આગ તમારો જીવ લઈ શકે છે. મળતી વિગતો પ્રમાણે આજે મોરબીના સિરામિક ઉદ્યોગપતિ કારમાં આગથી ભડથું થયા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, અચાનક આગ લાગતા કિયા કંપનીની કાર ભડભડ સળગી હતી. જેથી અંદર બેઠેલા મોરબીના સિરામિક ઉદ્યોગપતિ અજય ગોપાણીનું ઘટના સ્થળ પર જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

સિરામિક ઉદ્યોગપતિ અજય ગોપાણીનું દુર્ઘટનામાં મોત

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કિયા કંપનીની કારમાં અચાનક આગ લાગતા સિરામિક ઉદ્યોગપતિ અજય ગોપાણીનું દુર્ઘટનામાં મોત થયું છે. આ સાથે કારની પાછળની સીટમાં રહેલા 5 લાખ રોકડા સલામત રહીં હતી. કારમાંથી રિવોલ્વર, ઘડિયાલ, 8 મોબાઇલ ફોન પણ મળી આવ્યા છે. આગથી કાર લૉક થઇ જતાં ચાલક બહાર નીકળી જ ન શક્યાં અને ઉદ્યોગપતિનું મોત થઈ ગયું. નોંધનીય છે કે, યુવા ઉદ્યોગપતિના મોતથી સમગ્ર મોરબી પંથક શોકના માહોલમાં છે.

Advertisement

આ પણ વાંચો: નવરાત્રિને લઈને અમદાવાદ પોલીસ સજ્જ, કોમર્શિયલ ગરબાના આયોજનને લઇને DCPનું નિવેદન

આગ પર કાબુ મેળવ્યા ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો

મળતી વિગતો પ્રમાણે અજય ગોપાણી જાંબુડિયા સ્થિત યુનિટ પર જતાં હતા તે સમયે આ ઘટના બની હતી. ગાડીની વાત કરવામાં આવે તો, કિયા કંપનીની ગાડી નંબર જીજે 36 એસી 4971 લઈને તેઓ લીલાપર કેનાલ રોડ પરથી બપોરના અરસામાં પસાર થઈ રહ્યા હતા. પરંતુ આ બપોર તેમની છેલ્લા બપોર હશે તેની તેમને ક્યા ખબર હશે? નોંધનીય છે કે, કોઈ કારણોસર તેમની ગાડીમાં અચાનક જ આગ લાગી હતી. આગમાં તેઓ બળીને ભડથું થઈ ગયા. જો કે, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યા બાદ યુવા ઉદ્યાગપતિના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિવારજનને દુર્ઘટના બાબતે જાણ કરી હતી.

Advertisement

આ પણ વાંચો: Ambuja Cement અંગે ગાંધીનગરમાં પડ્યા ઓપરેશન અસુરના પડઘા, મંત્રી ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા

આ પણ વાંચો: Panchmahal: રિક્ષાચાલકે રીલ બનાવવા રિક્ષા પર ચઢી કર્યો ડાન્સ, યુવકને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

Tags :
Advertisement

.