ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરતમાં કાપડના વેપારીઓના ૫ હજાર કરોડથી વધુની રકમ અટવાયેલી, વેપારીઓમાં નિરાશા

અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત    સુરતમાં કાપડ મિલો બાદ હવે કાપડ બજારની સ્થિતિ કથળી રહી છે. સુરતમાં કાપડના વેપારીઓના ૫૦૦૦ કરોડ થી વધુની રકમ અટવાયેલી પડી છે,અનેક કેસોમાં ચેક રિટર્ન થયા હોવાની ફરિયાદ નોંધાઈ રહી છે. રાજ્ય ભરમાં કોરોના પછી...
02:57 PM May 01, 2023 IST | Vishal Dave
અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત    સુરતમાં કાપડ મિલો બાદ હવે કાપડ બજારની સ્થિતિ કથળી રહી છે. સુરતમાં કાપડના વેપારીઓના ૫૦૦૦ કરોડ થી વધુની રકમ અટવાયેલી પડી છે,અનેક કેસોમાં ચેક રિટર્ન થયા હોવાની ફરિયાદ નોંધાઈ રહી છે. રાજ્ય ભરમાં કોરોના પછી...

અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત 

 

સુરતમાં કાપડ મિલો બાદ હવે કાપડ બજારની સ્થિતિ કથળી રહી છે. સુરતમાં કાપડના વેપારીઓના ૫૦૦૦ કરોડ થી વધુની રકમ અટવાયેલી પડી છે,અનેક કેસોમાં ચેક રિટર્ન થયા હોવાની ફરિયાદ નોંધાઈ રહી છે.

રાજ્ય ભરમાં કોરોના પછી સુરતથી અન્ય રાજ્યોમાં પોતાના વેચેલા કાપડના માલની પેમેન્ટની એક મોટી રકમની સમસ્યા વકરી હોવાનું કાપડ વેપારી નરેન્દ્ર સાબુ જણાવી રહ્યા છે.સુરતના મોટા ભાગનાં કાપડના કેસોમાં કાપડ વેપારીઓના ૫૦૦૦ કરોડ અટવાયા છે.જેને લઇ એક ચિંતાનો માહોલ ઉભો થયો છે.આ અંગે કાપડ વેપારી નરેન્દ્ર સાબુએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે હાલ કાપડના મલી ડૂબી રહી હોય એમ ખરીદી પણ નીકળી રહી નથી જ્યારે અનેક વેપારીઓના ચેક રિટર્ન થઈ રહ્યા છે.

એક અંદાજે સુરત શહેર કાપડ વેપારીઓના આશરે ૫૦૦૦ કરોડ રૂપિયા અટવાયા છે. બીજી બાજુ હાલ વિવિધ વેપારીઓના સુરતની કોર્ટમાં ૨ લાખ કરતા વધારે ચેક રિટર્નના કેસો બોર્ડ પર છે. જે અંગે ગઈ કાલે કાપડ વેપારી સાથે એક મહત્વ ની બેઠક કરવામાં આવી હતી ,વધુ માં કાપડ વેપારી સાબુએ ઉમેર્યું હતું કે વેપારીઓની મિટિંગમાં કાપડ વેપારીના કેસો ને હેન્ડલ કરતા એડવોકેટ પણ હજાર રહ્યા હતા, વેપારીઓના ચેક રિટર્ન અંગે એડવોકેટ નરેશ ગોહિલે ચેક રિટર્નના કેસોની માહિતી આપી હતી, કાપડ વેપારી ઓને તેમણે કહ્યું હતું કે કાપડ વેપારીઓએ કાપડ વેચ્યા બાદ પેમેન્ટ ફસાતા ચેક રિટર્ન ના કેસ માટે બે વાત નું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.પહેલી જેની સામે તમે કેસ દાખલ કરાવવા માગો છો તે જીવિત છે કે નહિ તે તપાસ કરી લેવી બીજી અને અગત્ય ની બાબત વેપારીઓએ ખરીદી કરનારા વેપારીના હસ્તાક્ષર સાથેના ઓર્ડર ફોર્મ અને બિલ સહિતના તમામ હિસાબી દસ્તાવેજો આપયા છે કે કેમ જો આપ્યા છે અને એ સાચા કે ખોટા એની પ્રથમ ખરાઈ કરવી,જેથી કોર્ટ માં કેસ જતા પેમેન્ટ લેનાર કાપડ વેપારી નો પક્ષ પાક્કો થઈ શકે.

સુરત શહેર વિશ્વભરમાં ટેક્ષ્ટાઈલ ક્ષેત્રે એક અલગ ઓળખ ધરાવે છે પરંતુ આ ટેક્ષ્ટાઈલ ક્ષેત્રમાં અનેક ઉતાર-ચડાવનો પણ સુરતના વેપારીઓએ સામનો કરવો પડે છે.જેથી કેટલીકવાર વેપારી છેતરાતા કાં તો દુકાનો બંધ કરી રસ્તા ઉપર આવી જાય છે અથવો તો અન્ય વ્યવસાયમાં જોડાવવા મજબુર બને છે.જેથી આવા તમામ વેપારીઓ માટે સુરતના નરેન્દ્ર સાબુ સહિત અન્ય વેપારી ઓએ મળી મર્કન્ટાઇલ એસોસિયેશન ની શરૂઆત કરી હતી,આ એસોસિયેશન વેપારીઓના ફસાયેલા પૈસાની મોટી રકમ પાછી અપાવવામાં મદદરૂપ થાય છે.જેના ભાગરૂપે ફરી એક વાર અટવાયેલા માલના રૂપિયા માટે આ રવિવારે મર્કન્ટાઇલ એસોસિયેશન દ્વારા મિટિંગ રાખવા માં આવી હતી.સુરતના કાપડ વેપારીઓને સમયસર પેમેન્ટ નહીં આવતા હોવાની ફરિયાદ કરી હતી,સુરત ખાતે મળેલી મીટીંગમાં વેપારીઓએ કાપડ વેપાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

છેલ્લા કેટલાક સમયથી અન્ય રાજ્યોમાંથી વેપારીઓ સુરત આવે છે.કાપડ ખરીદી કરે છે પંરતુ કેટલાક વેપારીઓ માલ ખરીદી ગયા બાદ સમય પર પૈસા ચૂકવતા નથી જે બાદ તેના ઉઘરાણી કરવા પડે છે.અને પૈસા માંગવા જતા સામેવારો વેપારી કોઈ વાર ધમકી આપવા ઉપર પર ઊતરી જાય છે. જ્યારે કેટલાક કેસોમાં વેપારીઓએ માલ ખરીદતી વખતે જે ચેક આપ્યા હોય છે.તે પણ બાઉન્સ જતા હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. અન્ય રાજ્ય થી સુરતમાં આવી વિશ્વાસ પર માલ ખરીદી કરી પૈસા નહિ આપતા વેપારીઓના કારણે અન્ય વેપારીઓની મૂડી જામ થઇ જતાં કાપડનો વેપાર અટવાય છે.વેપારી એક મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય છે, જ્યારે કેટલાક વેપારીઓ આર્થિક રીતે દેવા માં પડી જાય છે તો કરજદાર બની પોતાનું બધું વેચવા મજબુર બની જાય છે.

હાલ કાપડ બજારમાં સુરતના વેપારીઓએ ચેક રિટર્નના કેસોને લઇ ચિંતા વ્યક્ત કરી છે,બીજી બાજુ માર્કેટમાં મંદીનો માહોલ છે અને માર્ચ પછી વેપારની હાલત ખૂબ પણ કઈ ખાસ નથી રહી હોવાનો સૂર આલાપાયો છે.હવે વહેલી તકે વેપારીઓના ફસાયેલા પૈસા પરત મળે તો કાપડ ના વેપાર ની સાઇકલ આગળ વધી શકે એવી સ્થિતિ નું કાપડ બજાર માં નિર્માણ થયું છે.

Tags :
cloth tradersdisappointmentPaymentSurattraders
Next Article