Suratમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી, વૃદ્ધ પાસેથી રૂ. 1.71 કરોડ પડાવ્યા
- ફેઇમ મની લોન્ડરિંગ કેસમાં સંડોવણી હોવાનું કહી એરેસ્ટ કર્યા
- RBI ગવર્નરનો લેટર મોકલી ખાતા ફ્રીઝ કરવાની આપી ધમકી
- આરોપીઓએ અંધેરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હોવાનું કહ્યું
Suratમાં વધુ એક ડિજીટલ એરેસ્ટ (Digital arrest)ની ઘટના સામે આવી છે. જેમાં વેસુના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 1.71 કરોડ પડાવ્યા છે. તેમાં શેરબજારની બચતના રૂપિયા 1.71 કરોડ ટોળકીએ ખંખેરી લીધા છે. મની લોન્ડરિંગ કેસમાં સંડોવણી હોવાનું કહી વૃદ્ધને ડિજીટલ એરેસ્ટ એરેસ્ટ કર્યા હતા. તેમજ RBI ગવર્નરનો લેટર મોકલી ખાતા ફ્રીઝ કરવાની ધમકી આપી હતી.
Digital Arrest Case: 1.60 કરોડ પડાવી લીધા, બચીને રહેજો!#DigitalArrest #Crime #Call #CyberCrime #Scam #GujaratFirst pic.twitter.com/hKnTtHPsNM
— Gujarat First (@GujaratFirst) December 22, 2024
કોલ કરી મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી
ઉલ્લેખનીય છે કે કોલ કરી મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. તેમજ આજીવન કેદ થશે તેમ કહીને 65 વર્ષીય વૃદ્ધને રૂપિયા આપવા મજબૂર કર્યા હતા. આરોપીઓએ અંધેરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હોવાનું કહી વૃદ્ધને ડરાવ્યા હતા. તેમજ આરોપીએ પોતાને અંધેરી પોલીસ સ્ટેશનના PI પ્રદીપ સાવંત તરીકે ઓળખ આપી હતી. તથા PIનું આઇકાર્ડ અને ટ્રાયનો લેટર પણ મોકલી આપ્યો હતો. જેમાં સાયબર ક્રાઇમે (Digital arrest) સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
જાણો સમગ્ર ઘટના વિશે:
સુરત શહેરમાં વધુ એક ડિજિટલ એરેસ્ટ (Digital arrest)ની ઘટના બની છે. જેમાં વેસુના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 1.71 કરોડ પડાવ્યા હતા. નરેશ ગોયલની ફેઈમ મની લોન્ડરીંગ કેસમાં સંડોવણી છે તેમ કહી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. તેમજ આજીવન કેદ થશે તેવુ જણાવી કાર્યવાહીનો જાસો આપ્યો હતો. તથા આરબીઆઈ ગવર્નરનો લેટર મોકલી સંપત્તિ તેમજ ખાતા ફ્રીઝ કરવાની ધમકી આપી હતી. તેમજ પીડિતને ગભરાવી દર બે કલાકે રિપોર્ટિંગ કરવા મજબૂર કર્યા હતા. જેમાં ટ્રાય, સીબીઆઇ અને મુંબઈ પોલીસના અધિકારીઓના નામે કોલ કરી મની લોડરિંગ કેસમાં ફસાવાની ધમકી આપી હતી.
હવે સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
વેસુના 65 વર્ષીય વૃદ્ધને કોલ કરી આ ગુપ્ત તપાસ છે અન્ય કોઈને જાણ કરશો તો તેઓને પણ ગુનામાં સામેલ કરવામાં આવશે તેવી ધમકી આપી હતી. તમારી સામે અંધેરી પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે તેમ કહી વૃદ્ધને ધમકાવ્યા હતા. તેમજ કોલ કટ કરી દીધા બાદ whatsapp કોલ કરાયો હતો. જે બાદ મુંબઈના અંધેરી પોલીસ મથકના પીએસઆઇ પ્રદીપ સાવંત તરીકે ઓળખ આપી આઈકાર્ડ અને ટ્રાયનો લેટર પણ મોકલી આપ્યો હતો. જેમાં હવે સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: VADODARA : સાયબર માફિયાઓનું નવું હથિયાર બન્યુ "વર્ચ્યુઅલ નંબર"