ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dahegam: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે મોટી આદરજમાં PHC અને પ્રાથમિક શાળાઓના 24 વર્ગખંડોનું કર્યું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના મોટી આદરજ ખાતે રૂ. 1.40 કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)નું લોકાર્પણ કર્યું. આ PHC અને તેના 7 પેટા કેન્દ્રોથી આશરે 35,000 નાગરિકોને લાભ મળશે. આ ઉપરાંત, તેમણે બે શાળાઓના 24 નવીનીકૃત વર્ગખંડોનું પણ લોકાર્પણ કર્યું હતું, જેનાથી 685 વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુવિધા મળી રહેશે.
12:33 AM Dec 06, 2025 IST | Mustak Malek
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના મોટી આદરજ ખાતે રૂ. 1.40 કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)નું લોકાર્પણ કર્યું. આ PHC અને તેના 7 પેટા કેન્દ્રોથી આશરે 35,000 નાગરિકોને લાભ મળશે. આ ઉપરાંત, તેમણે બે શાળાઓના 24 નવીનીકૃત વર્ગખંડોનું પણ લોકાર્પણ કર્યું હતું, જેનાથી 685 વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુવિધા મળી રહેશે.

આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ અમિતભાઈ શાહના શુભ હસ્તે ગાંધીનગર જિલ્લા, દહેગામ તાલુકાની મોટી આદરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કુમાર પ્રાથમિક શાળાના 12 તથા આદરજ કન્યા પ્રાથમિક શાળાના 12 વર્ગખંડો - કુલ 24 નવીનીકરણ થયેલ વર્ગખંડોનું તેમજ મુખ્ય શિક્ષકની કચેરી માટે બનાવવામાં આવેલ એક વધારાના વર્ગખંડનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Dahegam: મોટી આદરજમાં અમિતભાઇ શાહે કર્યું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

નોંધનીય છે કે અમિતભાઇ શાહે મોટી આદરજ ખાતે જ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કુલ રૂ. ૧.૪૦ કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. આ નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૧૨ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સમાવેશ થાય છે. જેમાં કેસ બારી, દવા વિતરણ રૂમ, ડ્રેસીંગ રૂમ, લેબર રૂમ, માઈનોર ઓપરેશન રૂમ,લેબોરેટરી, કોલ્ડ સ્ટોરેજ રૂમ (રસી સાચવવા માટે)
સ્ત્રી વોર્ડ અને પુરૂષવોર્ડ, મેડિકલ ઓફીસર રૂમ તેમજ આયુષ મેડિકલ રૂમની સુવિધાઓ ઉપલબ્ધ બનશે.મોટી આદરજ ગામની અંદાજિત વસતી ૧૦ હજાર જેટલી છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તક અન્ય ૭ પેટા આરોગ્ય કેન્દ્રનો સમાવેશ પણ થતો હોય, આજુબાજુના ગામોના પણ ૩૫ હજાર જેટલા નાગરિકો આ સુવિધાથી લાભાન્વિત થશે.

Dahegam:  મોટી આદરજમાં નાગરિકોને મળશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા

મોટી આદરજ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાંધીનગર જીલ્લાના ગાંધીનગર તાલુકામાં આવેલ છે. મોટી આદરજ ગામની કુલ વસ્તી આશરે ૧૦,૦૦૦ છે. સદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી વર્ષ ૨૦૧૯ માં તોડવા માટે મંજુરી મળેલ. જે હયાત મકાન તોડી પાડવામાં આવેલ છે. હાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગ્રામ પંચાયત હસ્તકના મકાનમાં કાર્યરત છે. નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં બાંધકામ માટે બજેટ પ્રોવિઝન થયેલ છે. સુંદર નવા મકાન માટે રૂ. ૧૧૦ લાખની વહિવટી મંજૂરી મળેલ છે. તેમજ રિવાઇઝ વહિવટી મંજૂરી રૂ. ૧૪૯ લાખની થાય છે. સદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તક ૭ પેટા આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે. જેમાં કુલ આશરે ૩૫,૦૦૦ વસ્તીને લાભ મળે છે.

પ્રાથમિક શાળાના વર્ગખંજોનું પણ કરાયું લોકાર્પણ

આ ઉપરાંત અમિતભાઇ શાહ ના શુભ હસ્તે કુમાર પ્રાથમિક શાળાના 12 તથા આદરજ કન્યા પ્રાથમિક શાળાના 12 વર્ગખંડો - કુલ 24 નવીનીકરણ થયેલ વર્ગખંડોનું તેમજ મુખ્ય શિક્ષકની કચેરી માટે બનાવવામાં આવેલ એક વધારાના વર્ગખંડનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષાના "સ્કૂલ ઓફ એક્સલન્સ" કાર્યક્રમ હેઠળ,આ કાર્ય માટે કુલ ₹60.78 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેનો લાભ આદરજ કન્યા શાળાના 330 વિદ્યાર્થીઓ અને આદરજ કુમાર શાળાના 355 વિદ્યાર્થીઓને એમ કુલ 685 વિદ્યાર્થીઓ મળશે. બંને શાળાઓમાં કુલ 24 શિક્ષકો સેવા આપી રહ્યા છે.

આ પણ વાંચો:  Arth Summit 2025: સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અર્થ સમિટ 2025 નું સમાપન સમારોહ યોજાયો

Tags :
Amit ShahDehgamGandhinagarGujarat EducationGujarat FirstGujarat HealthMoti AdarajPHCPrimary Health CentreSchool Inauguration
Next Article