Mukesh Ambani : ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, આકાશ અને શ્લોકા અંબાણીએ દ્વારકાધીશનાં દર્શન કર્યા, જુઓ Video
મંદિરનાં વારાદાર પૂજારીએ અંબાણી પરિવારનાં સદસ્યોને ભગવાન દ્વારકાધીશનાં પાદુકા પૂજન કરાવી આશિર્વચન આપ્યા છે.
Advertisement
- રિલાયન્સ કંપનીનાં માલિક પહોંચ્યા દ્વારકાધીશનાં શરણે (Mukesh Ambani)
- મુકેશ અંબાણી સહિત પુત્ર આકાશ અને પુત્રવધુ શ્લોકા અંબાણી પહોંચ્યા મંદિર
- દ્વારકાધીશ મંદિર ખાતે પૂજન, રાજભોગનાં દર્શન કર્યા
- મંદિરનાં પૂજારીએ પાદુકા પૂજન કરાવી આશિર્વચન આપ્યા
- ભગવાન દ્વારકાધીશ પર અંબાણી પરિવારની અતૂટ શ્રદ્ધા
એશિયાનાં ટોચનાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) પરિવાર સાથે દ્વારકાધીશનાં દર્શન કરવા દેવભૂમિ દ્વારકા પહોંચ્યા છે. મુકેશ અંબાણી સહિત પુત્ર આકાશ અંબાણી (Akash Ambani) અને પુત્રવધુ શ્લોકા અંબાણીએ (Shloka Ambani) દ્વારકાધીશનાં દર્શન કર્યા. અંબાણી પરિવારનાં ત્રણેય સભ્યોએ દ્વારકાધીશ મંદિર (Dwarkadhish Temple) ખાતે રાજભોગનાં પણ દર્શન કર્યા. મંદિરનાં વારાદાર પૂજારીએ અંબાણી પરિવારનાં સદસ્યોને ભગવાન દ્વારકાધીશનાં પાદુકા પૂજન કરાવી આશિર્વચન આપ્યા છે.

