Bhavnagar માં મનપાનું બુલડોઝર એક્શન,નવાપરા વિસ્તારમાં કબ્રસ્તાનની જમીન પરથી દબાણો હટાવાયા
- ભાવનગર (Bhavnagar) મનપાની ડીમોલિશનની કામગીરી યથાવત
- નવાપરા વિસ્તારમાં સરકારી જમીનના દબાણો હટાવાયા
- એક ધાર્મિક સ્થાન, ઓટો ગેરેજ સ્ક્રેપ સહિતના દબાણો દૂર કરાયા
- મનપા દ્વારા સતત થઈ રહી છે દબાણો દૂર કરવાની કામગીરી
- વહેલી સવારથી ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી
- કરોડોની કિંમતની ત્રણ હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મનપા દ્વારા કામગીરી કરાઈ
ભાવનગર (Bhavnagar) મહાનગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો સામેની કાર્યવાહીને વધુ તેજ બનાવી છે. આજે વહેલી સવારથી નવાપરા વિસ્તારમાં સરકારી જમીન પર આવેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ જમીન કબ્રસ્તાન તરીકે ઓળખાતી હોવાથી આ કામગીરીએ ચર્ચાનો વિષય બની છે.
ભાવનગર મનપાની ડીમોલિશનની કામગીરી યથાવત
મળતી માહિતી મુજબ મનપાની વિભાગની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારેથી જ કામગીરી શરૂ કરી દીધી હતી. આ ત્રણ હજાર ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં એક ધાર્મિક સ્થળ, ઓટો ગેરેજ, સ્ક્રેપના ગોડાઉન તેમજ અન્ય અનેક અસ્થાયી-કાયમી માળખાંઓ ધ્વસ્ત કરવામાં આવ્યા હતા.
કરોડોની કિંમતની જમીન ખુલ્લી કરાવાઈ
જાણકારી મુજબ આ જમીનની કિંમત કરોડો રૂપિયામાં છે અને તેના પર લાંબા સમયથી ગેરકાયદે કબજો હતો.આ કામગીરી દરમિયાન સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો, જોકે પોલીસની હાજરીને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહીં.
ડીમોલિશન ડ્રાઈવ વધુ આક્રમક બની
નોંધનીય છે કે, ભાવનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ડીમોલિશન ડ્રાઈવ હવે વધુ આક્રમક બની છે. મનપા કમિશનરના જણાવ્યા મુજબ સરકારી જમીનના દબાણો હટાવવાની કામગીરી સતત ચાલુ રહેશે.કોઈપણ પ્રકારના ધાર્મિક કે અન્ય દબાણને છોડવામાં નહીં આવે.
અહેવાલ: કૃણાલ બારડ
આ પણ વાંચો: Constitution Day 2025: બંધારણ દિવસ પર CM ભૂપેન્દ્રભાઈ પટેલે બાબાસાહેબની પ્રતિમાને આપી પુષ્પાંજલિ