ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સ્વામિનારાયણ મંદિર - મેમનગર દ્વારા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂજ્ય તેજેન્દ્રપ્રસાદ મહારાજ તથા સંતો-મહંતોના આશીર્વાદ લીધા. અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિર, મેમનગર દ્વારા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેજેન્દ્રપ્રસાદ મહારાજશ્રી તથા સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા.આ પ્રસંગે...
11:09 AM Nov 25, 2023 IST | Dhruv Parmar
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂજ્ય તેજેન્દ્રપ્રસાદ મહારાજ તથા સંતો-મહંતોના આશીર્વાદ લીધા. અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિર, મેમનગર દ્વારા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેજેન્દ્રપ્રસાદ મહારાજશ્રી તથા સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા.આ પ્રસંગે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂજ્ય તેજેન્દ્રપ્રસાદ મહારાજ તથા સંતો-મહંતોના આશીર્વાદ લીધા. અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિર, મેમનગર દ્વારા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેજેન્દ્રપ્રસાદ મહારાજશ્રી તથા સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા.આ પ્રસંગે તેજેન્દ્રપ્રસાદ મહારાજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું શાલ તથા સમૃતિભેટ આપી સન્માન કર્યું હતું.

આ પ્રસંગે પૂજ્ય તેજેન્દ્રપ્રસાદ મહારાજે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો નાતો વર્ષોથી સ્વામિનારાયણ મંદિર મેમનગર સાથે રહ્યો છે. વધુમાં તેજેન્દ્રપ્રસાદ મહારાજે મુખ્યમંત્રી વિશે કહ્યું કે, આપણા સંપ્રદાય વિશે તેમને આત્મીયતા છે. વધુમાં જણાવ્યું કે, હવે અયોધ્યાની પવિત્ર ભૂમિ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ ટૂંક જ સમયમાં થશે, તે માટે આપણે સૌ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આભારી છીએ, એવું તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઈ જે. પટેલ, ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો : બોટાદ તાલુકા સેવા સદનમાં થયેલી યુવાનની હત્યાના મામલે ફરાર 5 શખ્સ ઝડપાયા

Tags :
Bhupendra PatelChief MinisterGujaratMurti Pran Pratishtha MahotsavSwaminarayan MandirTejendraprasad Maharaj
Next Article