ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Nadiad: YouTube વીડિયો, A4ના પેપરનું પ્રિન્ટર અને નકલી નોટોનો ફર્જી કાંડ! 1.03 લાખની નકલી ચલણી નોટો જપ્ત

Nadiad: નડિયાદ શહેરમાંથી બનાવટી નકલી ચલણી નોટોનું રેકેટ બહાર આવ્યું છે. અસલી નોટોની મદદથી A4ના પેપરમાં પ્રિન્ટર મારફતે નકલી નોટો છપાતી હોવાનો પર્દાફાશ SOG પોલીસે કર્યો છે.
07:01 AM Feb 14, 2025 IST | VIMAL PRAJAPATI
Nadiad: નડિયાદ શહેરમાંથી બનાવટી નકલી ચલણી નોટોનું રેકેટ બહાર આવ્યું છે. અસલી નોટોની મદદથી A4ના પેપરમાં પ્રિન્ટર મારફતે નકલી નોટો છપાતી હોવાનો પર્દાફાશ SOG પોલીસે કર્યો છે.
Nadiad
  1. SOG એ દરોડો પાડી બનાવટી ચલણી નોટોનું રેકેટ ઝડપ્યું
  2. SOG એ 500-200 અને 100ના દરની નકલી નોટો સાથે બેને ઝડપ્યા
  3. FSL અને બેંક અધિકારીએ ખરાઈ કરતા તમામ નોટો નકલી હોવાનું સામે આવ્યું

Nadiad: નડિયાદ શહેરમાંથી બનાવટી નકલી ચલણી નોટોનું રેકેટ બહાર આવ્યું છે. અસલી નોટોની મદદથી A4ના પેપરમાં પ્રિન્ટર મારફતે નકલી નોટો છપાતી હોવાનો પર્દાફાશ SOG પોલીસે કર્યો છે. આરોપીઓ ભાડે મકાન રાખી આ ધીકતો ધંધો કરતા હતા અને પોલીસે દરોડો પાડી 500-200 અને 100ના દરની કિંમત રૂપિયા 1.03 લાખની બનાવટી ચલણી નોટો પકડી પાડી છે.

આ પણ વાંચો: Gondal : શેમળામાં રાષ્ટ્રીય સન્માન સાથે માજી સૈનિકની અંતિમ યાત્રા નીકળી, આખું ગામ શોકમગ્ન

બાતમીના આધારે પોલીસે અહીંયા દરોડો પાડી હતી

ખેડા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ નડિયાદ શહેરમાં વ્હોરવાડ વિસ્તારમાં ધૂપેલીના ખાચામાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. બાતમીના આધારે પોલીસે અહીંયા દરોડો પાડી સર્ચ કરતા ચલણી બનાવટી નોટો મળી આવી હતી. જુદા જુદા દરની 500-200 અને 100ના દરની ચલણી નોટો મળી આવી હતી. આ ઘટનામાં મકાનમાં હાજર બે ઈસમો મહંમદશરીફ ઉર્ફે શાહુ મહેબુબ મલેક (રહે. વ્હોરવાડ, ધૂપેલીનો ખાંચો, નડિયાદ) અને તેનો મિત્ર અરબાઝ ઉર્ફે અબુ અયુબ અલાદ (રહે. શકાલીની ચાલી, મરીડા ભાગોળ, નડિયાદ) મળી આવતા સાથે રાખી તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Dahod : જૈન સાધ્વીને અડફેટે લેનાર ચાલકને શોધવા 130 પોલીસકર્મીઓની ઝીણવટભરી તપાસ

કુલ કિંમત રૂપિયા 1 લાખ 3 હજાર 600ની મળી આવી

દરમિયાન પોલીસે એક પ્રિન્ટર પણ મળી આવ્યું હતું અને જુદા જુદા દરની આ નોટોની થોકડીઓ મળી આવી હતી. જેથી પોલીસે FSL અને બેંક અધિકારીને ખરાઈ કરવા બોલાવતા આ તમામ નોટો નકલી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 500ના દરની કુલ 135 નગં નોટ, 200ના દરની 168 નંગ નોટ અને 100ના દરની 25 નંગ મળી કુલ 328 નોટો બનાવટી કુલ કિંમત રૂપિયા 1 લાખ 3 હજાર 600ની મળી આવી હતી. આ નકલી ચલણી નોટો ક્યારથી બનાવતા હતા અને બજારમાં ફરતી કરી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઉપરોક્ત બંને ઈસમો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલઃ કિશન રાઠોડ, નડિયાદ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
fake-currency-notesGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsKhedaLatest Gujarati NewsNadiadSOG PoliceSpecial Operation Group
Next Article