Surendranagar જમીન કૌભાંડમાં લાંચના ભાગીદારોના નામ ખુલ્યા! કલેક્ટર પછી અન્ય અધિકારીઓ પર લટકતી તલવાર!
- Surendranagar ખાતે ઈ.ડી. દ્વારા જમીન કૌભાંડ મામલે મોટા સમાચાર
- તત્કાલીન કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલની ધરપકડ અને સસ્પેન્શન બાદ હવે અન્ય અધિકારીઓ સામે કાર્યવાહીની લટકતી તલવાર
- હવે અધિક ક્લેક્ટર આર.કે.ઓઝા અને સિટી મામલતદાર મયુર દવે સામે તપાસનો રેલો આવવાની શક્યતાઓ
- લાંચના ભાગીદાર સિટી મામલતદાર મયુર દવેની ધરપકડ થવાની શક્યતાઓ
Surendranagar land scam case: સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન કૌભાંડના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી રેઇડ્સે મોટો વિસ્ફોટ કર્યો છે. આ કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલની ધરપકડ અને સસ્પેન્શન બાદ હવે અન્ય અધિકારીઓ પર પણ કાર્યવાહીની તલવાર લટકી રહી છે. ઈડીની તપાસમાં લાંચના આરોપો સામે આવ્યા છે, જેમાં .જમીન કૌંભાંડ મામલે લાંચ 25 % લાંચના ભાગીદાર અધિક કલેકટર આર.કે.ઓઝા અને 10 % લાંચના ભાગીદાર સિટી મામલતદાર મયુર દવેની ધરપકડ થવાની શક્યતાઓ છે.
Surendranagar જમીન કૌભાંડમાં કલેક્ટર પછી અન્ય અધિકારીઓ પર લટકતી તલવાર!
આ કૌભાંડની તપાસમાં ઈડીની રેઇડ્સ પછી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને જેલમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે ડો. પટેલને સસ્પેન્ડ કરીને રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ મામલે સુરેન્દ્રનગરના એસીબી પોલીસ મથકે અપ્રમાણસર મિલકતનો ગુન્હો પણ નોંધાયો છે, જેમાં ડો. પટેલ, ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે આરોપો છે. આ અધિકારીઓ પર જમીનના ગેરકાયદેસર વ્યવહારો અને લાંચખોરીના આરોપો છે, જેમાં જમીનના રેકોર્ડમાં હેરફેર અને અનધિકૃત વેચાણના કેસો સામેલ છે.
અધિક કલેક્ટર આર. કે. ઓઝા અને મયુર દવે પર તપાસનો રેલો આવવાની શક્યતા
સૂત્રોના જણાવ્યા મુજબ, આ કૌભાંડમાં અધિક કલેક્ટર આર. કે. ઓઝા અને મયુર દવે પર તપાસનો રેલો આવી શકે છે. ઈડીની તપાસમાં આ અધિકારીઓની સંડોવણીના પુરાવા મળ્યા હોવાનું કહેવાય છે, જેમાં લાંચના વહેંચણીના પ્રમાણો છે. આ મામલે સરકારી તંત્રમાં વ્યાપક અસર પડી શકે છે, કારણ કે આ કૌભાંડમાં અનેક જમીન વ્યવહારોના કાગળોમાં ગરબડીઓ જોવા મળી છે. સ્થાનિક વહીવટી તંત્રમાં આવા કૌભાંડોને કારણે જનતાનો વિશ્વાસ ઘટી રહ્યો છે.આ તપાસમાં વધુ વિગતો બહાર આવતા જ રાજ્ય સરકાર પર પણ દબાણ વધી શકે છે. ઈડી અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કેસમાં વધુ ધરપકડો અને કાર્યવાહીઓ અનિવાર્ય છે. સુરેન્દ્રનગરના આ કૌભાંડે રાજ્યભરમાં જમીન વ્યવહારો પર પ્રશ્નચિહ્ન ઉભા કર્યા છે.
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસમાં સૌથી મોટા સમાચાર
સમગ્ર કૌભાંડની તપાસ માટે SITની કરાઈ રચના
અધિક નિયામકની અધ્યક્ષતામાં SIT કરશે તપાસ
SITમાં ACBના 5 અધિકારીઓનો સમાવેશ કરાયો
સુરેન્દ્રનગર ACB પોલીસ મથકમાં કૌભાંડનો કેસ
તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત 4 સામે છે ગુનો
તમામની સામે… pic.twitter.com/oWgaSbiWrM— Gujarat First (@GujaratFirst) January 5, 2026
આ પણ વાંચો: Surendranagar land scam case: સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસમાં હવે તપાસ માટે SIT ની રચના


