Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: BAPSના ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી, કહીં આ મોટી વાત

Ahmedabad: અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજાયો હતો. જેમાં સંતો સાથે અનેક મહાનુભાવો પણ જોડાયા હતાં.
ahmedabad  bapsના ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી  કહીં આ મોટી વાત
Advertisement
  1. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજાયો
  2. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં આપી ખાસ હાજરી
  3. પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરી મુખ્યમંત્રીએ કરી ખાસ વાત

Ahmedabad: આજે બીએપીએસ સંસ્થા માટે ખુબ જ મહત્વનો દિવસ હતો. આજે પ્રમુખ સ્વામી મહારાજની 103 મી જન્મ જયંતિ હતી. જેથી આજે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજાયો હતો. જેમાં સંતો સાથે અનેક મહાનુભાવો પણ જોડાયા હતાં. ખાસ કરીને વાત કરવામાં આવે તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. એટલું જ નહીં પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યાં હતા.

Advertisement

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં પ્રમુખ સ્વામી મહારાજને કર્યા યાદ

Advertisement

આ દિવ્ય દિવસે ઉપસ્થિત રહેવું મારા માટે સૌભાગ્યની વાત છેઃ મુખ્યમંત્રી

આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ સંબોધિત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મ જયંતીએ કાર્યકર શતાબ્દી મહોત્સવ યોજાયો છે, અહીં સૌ એકઠા થયા આ દિવ્ય દિવસે ઉપસ્થિત રહેવું મારા માટે સૌભાગ્યની વાત છે.’ એટલું જ નહીં પરંતુ મુખ્યમંત્રીએ સૌ વિશ્વને શાંતિનો પ્રતિક આપનાર પ્રમુખ સ્વામીને વંદન કર્યાં હતાં.

આ પણ વાંચો: BAPS SUVARNA MAHOTSAV:આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભક્તિમય બનશે

સનાતન ધર્મની વિરાસતને આપણે આગળ લઈ જવાની છેઃ મુખ્યમંત્રી

નોંધનીય છે કે, આ કાર્યક્રમ સુવર્ણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત ભાઈ શાહના નેતૃત્વમાં વિકાસની વિરાસતથી ભારત આગળ વધી રહ્યા છે.’ વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘સનાતન ધર્મની વિરાસતને આપણે આગળ લઈ જવાની છે. નવા ભારતના નિર્માણનો યુગ બનાવવાનો છે. નોંધનીય છે કે, કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે BAPS સંસ્થાન અને પ્રમુખ સ્વામી મહારાજના ભરપૂર વખાણ કર્યાં હતા. ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ માં અનેક મહાનુભવો હાજર રહ્યાં છે. ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ કાર્યક્રમમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાનું સંબોધન આપ્યું હતું અને આ તમામ લોકોએ મહાનુભવોએ પ્રમુખ સ્વામી મહારાજને ખાસ યાદ કર્યાં હતાં.

આ પણ વાંચો: ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં વડાપ્રધાન મોદીએ કર્યું વર્ચ્યુઅલ સંબોધન, BAPS મંદિરો અને સંતોના કર્યા ખુબ વખાણ

Tags :
Advertisement

.

×