Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Narmada: કુદરતી આફતનો કહેર,લાછરસ ગામે ઘરની દીવાલ અને સ્લેબ ધસી પડતા 11 વર્ષીય બાળકીનું કરુણ મોત

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામે મધ્યરાત્રિએ આવેલા વાવાઝોડાએ એક નિર્દોષનો ભોગ લીધો છે. ગત રાત્રિએ પવનના ભારે જોરને કારણે એક મકાનની દીવાલ અને સ્લેબ અચાનક તૂટી પડ્યા હતા, જેમાં 11 વર્ષીય બાળકી દટાઈ ગઈ હતી.
narmada  કુદરતી આફતનો કહેર લાછરસ ગામે ઘરની દીવાલ અને સ્લેબ ધસી પડતા 11 વર્ષીય બાળકીનું કરુણ મોત
Advertisement

Narmada District News: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ (Lachharas) ગામે ગત મધ્યરાત્રિએ આવેલા ભારે વાવાઝોડા અને વરસાદે ગમખ્વાર દુર્ઘટના સર્જી છે. વાવાઝોડાના કારણે એક ઘરની દીવાલ અને સ્લેબ ધસી પડતા 11 વર્ષીય બાળકીનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય સભ્યોનો આબાદ બચાવ થયો છે.

મધ્યરાત્રિએ કાળ બનીને ત્રાટકી આફત

હવામાન વિભાગ (IMD) ની આગાહી વચ્ચે ગત રાત્રિએ આશરે 2 થી 3 વાગ્યાના સુમારે લાછરસ ગામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ સમયે ઘરમાં પરિવાર સાથે સૂતેલી 11 વર્ષીય બાળકી રીંકુ પર અચાનક બાજુની દીવાલ ધરાશાયી થઈ હતી અને ત્યારબાદ ઘરનો ઉપરનો સ્લેબ (Slab) સીધો જ નીચે પડ્યો હતો. કાટમાળ નીચે દટાઈ જવાથી રીંકુનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Advertisement

Narmada :ગ્રામજનો બન્યા દેવદૂત

આ દુર્ઘટના બાદ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. રાત્રિના અંધારામાં પણ લાછરસના ગ્રામજનોએ માનવતા દાખવી કાટમાળ નીચે દબાયેલા પરિવારને તાત્કાલિક બહાર કાઢ્યા હતા અને તેમને સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ (Rajpipla Civil Hospital) ખસેડ્યા હતા. જોકે, બાળકી રીંકુને બચાવી શકાઈ ન હતી. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Advertisement

પવનના લીધે મકાન ધરાશાયી

હવામાનની આગાહી મુજબ નર્મદા જિલ્લામાં પવનનું જોર ઘણું વધારે હતું, જેના કારણે કાચું મકાન ધરાશાયી થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. ગ્રામજનોએ હવે સ્થાનિક તંત્ર (Administration) ને તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ પીડિત પરિવારને યોગ્ય આર્થિક સહાય અને મદદ પૂરી પાડવા આજીજીભરી અપીલ કરી છે.

આ પણ વાંચો: Dwarka weather update: દરિયામાં ભારે કરંટ, ગોમતી નદીમાં ઉછળ્યા ઊંચા મોજા, તંત્રનું એલર્ટ

Tags :
Advertisement

.

×