ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Narmada Water : ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રનાં લોકો આનંદો..! સરકારે લીધો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની કુલ 60 હજાર એકરથી વધુ ખેતીલાયક જમીનને નર્મદા જળથી સિંચાઈનો લાભ મળતો થશે.
07:54 PM May 21, 2025 IST | Vipul Sen
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની કુલ 60 હજાર એકરથી વધુ ખેતીલાયક જમીનને નર્મદા જળથી સિંચાઈનો લાભ મળતો થશે.
CM_gujarat_first
  1. ઉત્તર ગુજરાતના 950 થી વધુ તળાવ, સૌરાષ્ટ્રનાં 243 તળાવ અને 1820 ચેકડેમમાં નર્મદા જળ અપાશે (Narmada Water)
  2. 60 હજાર એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે
  3. 30 જૂન 2025 સુધી 30,689 MCFT નર્મદાનું પાણી સિંચાઈ-પીવાનાં ઉપયોગ માટે અપાશે

રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ઉનાળાની ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થઈ શકે તે માટે ચેકડેમ-તળાવ ભરવા સાથે લોકોને પીવાનાં પાણીની સમસ્યા પણ ન રહે તેવો જનહિતકારી અભિગમ 'નર્મદા જળ વિતરણ' થી (Narmada Water) અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારનાં ખેડૂતો-અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆતોનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા તેમણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો - Water Conservation : 'જળસંચય' માં વધારો કરવા રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

ઉ. ગુજરાત માટે નર્મદાનું 14,539 MCFT, સૌરાષ્ટ્ર માટે 16,150 MCFT પાણી અપાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 30 મી જૂન 2025 સુધી નર્મદાનું 30,689 MCFT પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારો (Saurashtra) માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર, ઉત્તર ગુજરાત (North Gujarat) માટે નર્મદાનું 14,539 MCFT અને સૌરાષ્ટ્ર માટે 16,150 MCFT પાણી આપવામાં આવશે. નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્ધવહન પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાતનાં 950 થી વધુ તળાવો અને 'સુજલામ સુફલામ' (Sujalam Suflam) સ્પ્રેન્ડિંગ કેનાલથી આ પાણી પૂરક સિંચાઈ અને પીવાનાં હેતુસર અપાશે.

આ પણ વાંચો - Covid-19 : મહેસાણાના કડીમાં કોરોનાનો 1 કેસ નોંધાયો, 51 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કુલ 60 હજાર એકરથી વધુ ખેતીલાયક જમીનને નર્મદા જળથી સિંચાઈનો લાભ થશે

એટલું જ નહીં, સૌરાષ્ટ્ર વિસ્તારનાં 243 તળાવો અને 1820 ચેકડેમમાં નર્મદા જળ (Narmada Water) પહોંચાડવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) આ નિર્ણયને પરિણામે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની કુલ 60 હજાર એકરથી વધુ ખેતીલાયક જમીનને નર્મદા જળથી સિંચાઈનો લાભ મળતો થશે. સાથે જ ખેડૂતોની પાણીની સમસ્યા પણ દૂર થશે.

આ પણ વાંચો - Gujarat Weather : ગુજરાતના દરિયાકાંઠે 100 કિમીથી વધુની ઝડપે ટકરાશે વાવાઝોડું - અંબાલાલ પટેલ

Tags :
'Sujalam SuflamCM Bhupendra PatelgujaratfirstnewsMCFTNarmada waterNarmada Water DistributionNorth GujaratSaurashtraTop Gujarati New
Next Article