ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી અવાવરૂં જગ્યા ઉપર લઈ જઈને લૂંટ કરતા બે વ્યક્તિની નારોલ પોલીસે કરી ધરપકડ

અહેવાલ - પ્રદીપ કચિયા અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે એક રીક્ષા ચાલે કે વિદ્યાર્થીને રીક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યા પર લઈ જઈને વિદ્યાર્થીના મોબાઈલમાંથી ઓનલાઈન તેમજ તેની પાસે રહેલા રોકડ રકમ મળી કુલ 10,000 ની લૂંટ કરી હતી. જ્યારે...
03:58 PM Aug 26, 2023 IST | Hardik Shah
અહેવાલ - પ્રદીપ કચિયા અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે એક રીક્ષા ચાલે કે વિદ્યાર્થીને રીક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યા પર લઈ જઈને વિદ્યાર્થીના મોબાઈલમાંથી ઓનલાઈન તેમજ તેની પાસે રહેલા રોકડ રકમ મળી કુલ 10,000 ની લૂંટ કરી હતી. જ્યારે...

અહેવાલ - પ્રદીપ કચિયા

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે એક રીક્ષા ચાલે કે વિદ્યાર્થીને રીક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યા પર લઈ જઈને વિદ્યાર્થીના મોબાઈલમાંથી ઓનલાઈન તેમજ તેની પાસે રહેલા રોકડ રકમ મળી કુલ 10,000 ની લૂંટ કરી હતી. જ્યારે વિદ્યાર્થી દ્વારા નારોલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા નારોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી છે.

શહેરમાં છેલ્લા ઘણા સમયથી નારોલ અને તેના આસપાસના વિસ્તારમાં રિક્ષામાં બેસાડી લૂંટ કરવાના ગુનાઓ સામે આવતા હતા. જે ગુનાને ધ્યાને લઈને નારોલ પોલીસે બાતમીના આધારે એક વોચ ગોઠવી હતી. ગઈકાલે મોડી રાત્રે નારોલ પોલીસની ટીમ વોચની આધારે એક રીક્ષા ચાલક અને લૂંટમાં તેની મદદ કરનાર બે વ્યક્તિની ધરપકડ કરી છે. પૂછપરછ ની પરીક્ષા ચાલકનું નામ અરબાઝ ખાન પઠાણ અને તેની સાથે તેની મદદ કરનાર નું નામ બદરૂદ્દીન ઉર્ફે સાબિર શા ની ધરપકડ કરવામાં આવી છે. અવારનવાર નારોલ વિસ્તારમાં પેસેન્જર તરીકે રિક્ષામાં બેઠેલા લોકોને અવાવરું જગ્યા પર લઈ જતા જ્યાં તેમની પાસેથી મોબાઇલ રોકડ રકમ તેમજ ઢાંકીનાઓની લૂંટ પણ કરતા હતા. ગઈકાલે જ્યારે એક વિદ્યાર્થીને રિક્ષામાં બેસાડી અને તેની પાસેથી રૂપિયા ₹10,000 ની લૂંટ કરવામાં આવી. ત્યારબાદ નારોલ પોલીસે અન ડિટેક્ટ ગુના ને શોધી બે વ્યક્તિની તરફ આગળ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીની મોડસઓપ્રેન્ડી

નારોલ વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યા પર લઈ જઈને લૂંટ ચલાવવાની બંને વ્યક્તિની ધરપકડ કરી નારોલ પોલીસે કુલ 85 હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Ahmedabad NewsAutoNarolNarol police arrestedpassengersrickshaw
Next Article