ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

National Dolphin Day 2025 : રાજ્યના 4087 ચો. કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિનની હાજરી

ગુજરાતમાં સૌથી વધુ 498 ડોલ્ફીન ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા મરીન નેશનલ પાર્ક એન્ડ મરીન સેન્ચુરીના વિસ્તારમાં હોવાની સંભાવના.
04:44 PM Apr 13, 2025 IST | Vipul Sen
ગુજરાતમાં સૌથી વધુ 498 ડોલ્ફીન ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા મરીન નેશનલ પાર્ક એન્ડ મરીન સેન્ચુરીના વિસ્તારમાં હોવાની સંભાવના.
National Dolphin Day_Gujarat_first
  1. ‘સ્વસ્થ ઇકોસિસ્ટમ’ માટે ડોલ્ફિન ખુબ જ મહત્ત્વનું જળચર પ્રાણી (National Dolphin Day 2025)
  2. ગુજરાતમાં કચ્છ થી ભાવનગર સુધીના દરિયાકિનારે ડોલ્ફિનનું અસ્તિત્વ નોંધાયું
  3. ‘માનવમિત્ર જળચર’ તરીકે ઓળખાતી ડોલ્ફિન દેશ-વિદેશના પ્રવાસીઓ માટે નવું આકર્ષણ
  4. ગુજરાતના દરિયાકાંઠે જોવા મળતી ડોલ્ફીન ઇન્ડીયન ઓસન હમ્પબેક ડોલ્ફીન પ્રજાતિની

National Dolphin Day 2025 : ગુજરાત સહિત દેશભરમાં દર વર્ષે 14 એપ્રિલે ‘નેશનલ ડોલ્ફિન ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ‘ડોલ્ફિનનું મહત્ત્વ, સુરક્ષા અને તેના રહેઠાણોને કેવી રીતે વધુ સુરક્ષિત કરી શકાય’ તે અંગે જાગૃતિ આવે તેવા વિષયો પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગુજરાત સમગ્ર દેશમાં સૌથી લાંબો સમુદ્રી કિનારો ધરાવતો હોવાના લીધે સમૃદ્ધ જળચર પ્રાણી વારસો એટલે કે, અનેક દુર્લભ જળચર પ્રાણીઓ જોવા મળે છે જેમાં, સૌથી સુંદર અને આકર્ષક પ્રાણી છે ‘ડોલ્ફિન’.

રાજ્યના 4087 ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિનની હાજરી

તાજેતરમાં રાજ્યના વન વિભાગ દ્વારા ગુજરાતમાં ‘ડોલ્ફિનની વસ્તી ગણતરી’ (Dolphin Census) કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) માર્ગદર્શનની સાથે-સાથે વન મંત્રી મુળુભાઈ બેરા (Mulubhai Bera) અને રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના (Mukeshbhai Patel) નેતૃત્વમાં જળચર-વન્ય જીવ સંરક્ષણ અને સંવર્ધનના વિશેષ પ્રયાસોનાં પરિણામે ગુજરાતના 4087 ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે, ત્યારે જળચર તેમ જ વન્યજીવ પ્રવાસન ક્ષેત્રે પણ ગુજરાતે હરણફાળ ભરી છે. જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન ક્ષણ છે.

કચ્છથી ભાવનગર સુધીનો દરિયા કિનારો ડોલ્ફિનના ‘ઘર’ તરીકે પ્રસ્થાપિત થયો

ગુજરાતમાં કચ્છથી ભાવનગર (Kutch to Bhavnagar) સુધીનો દરિયા કિનારો ડોલ્ફિનના ‘ઘર’ તરીકે પ્રસ્થાપિત થયો છે. કચ્છના અખાતના દક્ષિણી ભાગમાં આવેલા મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીના, ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા 1384 ચો. કિ.મીનીનાં વિસ્તારમાં સૌથી વધુ 498 ડોલ્ફિન હોવાની સંભાવના છે. જ્યારે કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના 1821 ચો.કિ.મી.માં 168, ભાવનગરના 494 ચો.કિ.મી.માં 10 તેમ જ મોરબીના 388 ચો.કિ.મી.માં 4 ડોલ્ફિન જોવા મળી છે. આમ કુલ મળીને 4087 ચો.કિ.મી.ના દરિયા વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે, જે સમગ્ર રાજ્યની શોભા વધારે છે.

ડોલ્ફિનને બચાવવા માછીમાર ભાઈઓનું યોગદાન પણ મહત્વનું

‘સ્વસ્થ ઇકોસિસ્ટમ માટે ડોલ્ફિન (Dolphin) ખૂબ જ મહત્ત્વનું જળચર પ્રાણી’ છે. સમુદ્રી દરિયાઇ સસ્તન પ્રાણીઓના કેટલાક ટોચના શિકારી આહાર શ્રૃંખલામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને સમુદ્રી ઇકોસિસ્ટમમાં સંતુલન સુનિશ્ચિત કરવામાં પણ મદદ કરે છે. આ ડોલ્ફિનને બચાવવામાં કચ્છથી ભાવનગર સુધી દરિયામાં માછીમારી કરતા માછીમાર ભાઈઓનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે. આ સર્વગ્રાહી પ્રયાસોના પરિણામે ગુજરાતના દરિયા કિનારે જોવા મળતી ડોલ્ફિન દેશ-વિદેશના પ્રવાસીઓ માટે નવું આકર્ષણ કેન્દ્ર બન્યું છે.

આ પણ વાંચો - BZ Group Scam : ખરેખર..! કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં આવ્યા રોકાણકારો! કરી આ માગ

ગુજરાતમાં જોવા મળતી ડોલ્ફિનની વિશેષતા :

ગુજરાતનાં દરિયાકાંઠાનાં પાણીમાં ‘ઇન્ડીયન ઓસન હમ્પબેક ડોલ્ફિન’ જોવા મળે છે. હમ્પબેક ડોલ્ફિન વધારે પ્રમાણમાં અરબી સમુદ્રમાં મળી આવે છે, તેને વિશિષ્ટ ખૂંધ અને વિસ્તરેલી ડોર્સલ ફિન એટલે કે, પૂંછડીથી ઓળખી શકાય છે. ડોલ્ફિન (National Dolphin Day 2025) તેમના મૈત્રીપૂર્ણ અને જિજ્ઞાસુ સ્વભાવ માટે જાણીતી છે. ડોલ્ફિન ઘણીવાર લહેરોમાં કૂદતી અને રમતી જોવા મળે છે, જે પ્રવાસીઓને તેમના એક્રોબેટિક પ્રદર્શનથી આનંદિત કરી મૂકે છે. તેમનું શરીર આકર્ષક અને મોઢાનો આકાર ‘બોટલ' જેવો હોવાથી તેમને સરળતાથી ઓળખી શકાય તેવી બનાવે છે. ડોલ્ફિનનો મુખ્ય ખોરાક માછલીઓ અને કરચલા, જિંગા હોવાથી દરિયાકિનારા અને નદીમુખો પાસે જોવા મળે છે.

આ પણ વાંચો - Harshabhai Sanghvi એ કેજરીવાલ અને અખિલેશ યાદવની કાઢી ઝાટકણી, X પર પોસ્ટવોર

ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ‘ગંગા ડોલ્ફિન’ છે

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ‘ગંગા ડોલ્ફિન’ (Ganga Dolphin) છે, તે પવિત્ર ગંગા નદીની શુદ્ધતા દર્શાવે છે. ભારત સરકારે તા. 5 ઓક્ટોબર 2009 ના રોજ ડોલ્ફિનને ભારતના ‘રાષ્ટ્રીય જળચર પ્રાણી’ તરીકે જાહેર કર્યું છે. સાથે જ, ડોલ્ફિન ‘માનવમિત્ર જળચર’ તરીકે જાણીતી છે તેમ જ તેના બૌદ્ધિક- મનોરંજક સ્વભાવ માટે લોકપ્રિય છે. કચ્છથી ભાવનગર સુધીના દરિયાકાંઠે ડોલ્ફિનને માણવી- જોવી એ અપાર આનંદની સાથે રોમાંચક અનુભવ પ્રદાન કરે છે, જે ગુજરાત સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ પણ વાંચો - PSIની ભરતી માટે પહેલા સેશનની પ્રિલીમ પરીક્ષા પૂર્ણ, શેર માર્કેટ અંગે પુછાયો તાર્કિક સવાલ

Tags :
Arabian SeaCM Bhupendra PatelDolphin CensusGanga Dolphin'GujaratGUJARAT FIRST NEWSIndian Ocean Humpback DolphinKutch to Bhavnagarmarine national parkMarine SanctuaryMukeshbhai PatelMULUBHAI BERANational Aquatic AnimalNational Dolphin Day 2025Okha to NavlakhiTop Gujarati News
Next Article