National Farmers Day : ગુજરાતનો 'ગ્લોબલ' કિસાન: સૂર્યોદય યોજનાથી નેનો ટેકનોલોજી સુધીની સમૃદ્ધિની સફર
- National Farmers Day : ખેતીમાં ગુજરાતનો 'ગ્લોબલ' દબદબો: કિસાન સૂર્યોદયથી નેનો ટેકનોલોજી સુધીની સફર દ્વારા સમૃદ્ધ બન્યો ધરતીપુત્ર
National Farmers Day : આજે 'રાષ્ટ્રીય કિસાન દિવસ' નિમિત્તે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી(Jitubhai Vaghani)એ રાજ્યના લાખો ધરતીપુત્રોને અભિનંદન પાઠવતા એક મહત્વનું વિધાન કર્યું છે કે, "ખેડૂત એ રાષ્ટ્રની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે." મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ(CM Bhupendra Patel)ના માર્ગદર્શન હેઠળ ગુજરાતે આજે કૃષિ વિકાસ દરમાં દેશના અગ્રીમ હરોળના રાજ્યોમાં સ્થાન મેળવીને 'ખેતીથી સમૃદ્ધિ'નો નવો અધ્યાય લખ્યો છે.
National Farmers Day- રાત્રિના અંધકારમાંથી મુક્તિ: કિસાન સૂર્યોદય યોજના
ખેડૂતોને રાત્રે પિયત માટે ખેતરમાં જવાની પડતી મુશ્કેલીનો અંત લાવવા માટે સરકારે 'કિસાન સૂર્યોદય યોજના' અમલમાં મૂકી છે.
સિદ્ધિ: રાજ્યના ૧૭,૦૦૦થી વધુ ગામોને આ યોજના હેઠળ આવરી લેવાયા છે, જેથી ખેડૂતોને હવે દિવસે વીજળી મળી રહી છે.
Advertisement
National Farmers Day- પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ
'સૌની યોજના' અને 'સુજલામ સુફલામ યોજના' એ ગુજરાતની ખેતીનું ચિત્ર બદલી નાખ્યું છે.
પરિણામ: દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચતા ખેતીલાયક જમીનમાં ધરખમ વધારો થયો છે. જ્યાં ક્યારેય પાણી નહોતું, ત્યાં આજે હરિયાળી લહેરાઈ રહી છે.
National Farmers Day-પ્રાકૃતિક ખેતી: કેમિકલ મુક્ત ભવિષ્ય તરફ પ્રયાણ
જમીનનું સ્વાસ્થ્ય જાળવવા માટે ગુજરાત હવે 'બેક ટુ નેચર' (પ્રાકૃતિક ખેતી) પર ભાર મૂકી રહ્યું છે.
તાલીમ: રાજ્યના ૨૭ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે.
સહાય: ગાય આધારિત ખેતી માટે વિશેષ સહાય આપીને ગુજરાત 'કેમિકલ મુક્ત ખેતી'નું હબ બની રહ્યું છે.
ટેકનોલોજી અને પારદર્શિતા: i-Khedut પોર્ટલ
ખેડૂતોને યોજનાઓનો લાભ લેવા કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે 'i-Khedut' પોર્ટલ આશીર્વાદરૂપ બન્યું છે.
DBT: ટ્રેક્ટર અને ખેત ઓજારો માટેની સહાય સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં (Direct Benefit Transfer) જમા કરવામાં આવે છે.
ખેડૂતોનું સુરક્ષા કવચ: MSP અને રાહત પેકેજ
ટેકાના ભાવ (MSP): બજારમાં ભાવ ઘટે ત્યારે ખેડૂત ખોટ ન ખાય તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે મોટાપાયે ખરીદી કરવામાં આવે છે.
કુદરતી આફત: અણધારી આફત સમયે સરકાર રાહત પેકેજ દ્વારા ખેડૂતોનો હાથ પકડીને તેમને ફરી બેઠા કરે છે.
આગામી લક્ષ્ય: ડ્રોન અને નેનો ટેકનોલોજી(Drones, Nanotechnology)
કૃષિ મંત્રીશ્રીએ ભવિષ્યના રોડમેપ વિશે જણાવ્યું કે, હવે ગુજરાતની ખેતી ડ્રોન અને નેનો ટેકનોલોજી તરફ વળી રહી છે. ડ્રોન દ્વારા ખાતર અને દવાનો છંટકાવ કરવાથી ખર્ચ ઘટશે અને ઉત્પાદકતામાં મોટો ઉછાળો આવશે.
આ પણ વાંચો : ક્રાઈમ કોન્ફરન્સમાં મુખ્ય સચિવ M.K. Das એ કેમ કહ્યું- 'આપણે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે'


