ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ChhotaUdepur: ‘આપણી જમીન બચશે તો આપણું જીવન અને ભવિષ્ય બચશે’ ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરવા આપી સલાહ

ChhotaUdepur: ખેતી ખર્ચમાં ઘટાડો કરીને બમણી આવક ઉભી થઈ શકે તે માટે ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે.
07:39 PM Feb 21, 2025 IST | VIMAL PRAJAPATI
ChhotaUdepur: ખેતી ખર્ચમાં ઘટાડો કરીને બમણી આવક ઉભી થઈ શકે તે માટે ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે.
Chhotaudepur
  1. તમામ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ તરફ વળવું જોઈએ: ખેડૂતે આપી સલાહ
  2. દીલેશભાઈએ કહ્યું સો વાતની એક વાત પ્રાકૃતિક કૃષિ અપનાવી જોઇએ
  3. 2019માં વીડિયો જોઈને પ્રાકૃતિક કૃષિ કરવાનું નકકી કર્યું હતું

ChhotaUdepur: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ગુગલીયા ગામના દીલેશભાઈ રાઠવા કે જેઓ દ્વારા ખેતી ખર્ચમાં ઘટાડો કરીને બમણી આવક ઉભી થઈ શકે તે માટે ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. રસાયણિક ખેતી કરતા તે સમયે ટ્રેક્ટરથી પણ ખેડ ન થતી અત્યારે જમીનમાં હળ પણ હાકી શકાય છે.

2019માં વીડિયો જોઈને પ્રાકૃતિક કૃષિ કરવાનું નકકી કર્યું હતું

દીલેશભાઈ સાથેની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું કે, મારો છોકરો ધોરણ 10માં પાસ થતા તેને મોબાઇલ અપાવ્યો હતો. એના મોબાઇલમાં યુટ્યુબના માધ્યમથી ખેતીલક્ષી વીડિઓ જોતો હતો. તેમાં ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કઈ રીતે થાય તે માટેની માહિતી આપવામાં આવી હતી. એક પછી એક વીડિયો જોતા મને વીડિયો જોવામાં રસ પડવા લાગ્યો. 2019માં વીડિયો જોતા જોતા પ્રાકૃતિક કૃષિ કરવાનું નકકી કર્યું હતું. 2019થી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી હતી. જેમ જેમ નોલેજ વધતું ગયુ તેમ પ્રાકૃતિક કૃષિના આયામો બનાવવાનું શરૂ કર્યું. ગાય આધારિત ખેતીની શરૂઆત કર્યા બાદ આત્મા પ્રોજેક્ટનો સંપર્ક થયો. આત્મા પ્રોજેકટમાં પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું જેથી મારા નોલેજમાં વધારો થયો’.

ગાયના નિભાવ ખર્ચ માટે વર્ષે 10,800 રૂપિયાની સહાય મળે છેઃ ખેડૂત

આત્મા પ્રોજેકટરમાં જોડાય બાદ પ્રાકૃતિક ખેતીમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા મોડેલ ફાર્મ માટે 13,500 અને ગાયના નિભાવ ખર્ચ માટે વર્ષે 10,800 રૂપિયાની સહાય મળે છે. આત્મા પ્રોજેકટના માર્ગદર્શન હેઠળ મારા ખેતરમાં સોયાબીન, ડાંગર, તુવેર મકાઈ અને કઠોળ પાક પકવું છું. હાલમાં મારા ખેતરમાં 01 એકરમાં મકાઈ અને એક એકરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Chhota Udepur : 'ગેર મેળા' માટે જનજાગૃતિ લાવવા “ગેર માટે દોડ” નું આયોજન

જીવામૃત બનાવી જમીનમાં આપી જમીન ફળદ્રુપ બનાવું છુંઃ ખેડૂત

પ્રાકૃતિક કૃષિના આયામોની વાત કરતા દીલેશભાઈ જણાવે છે કે, શરૂઆતમાં જમીનમાં ઘન જીવામૃત આપવાનું છે ત્યારે બાદ પાકમાં જીવાત હોય તો નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને વધુ જીવાટ માટે અગ્નિઅસ્ત્રનો છંટકાવ કરૂ છું. જમીનને ફળદ્રુપ બનાવવા પિયત સ્વરૂપમાં જીવામૃત બનાવી જમીનમાં આપી જમીન ફળદ્રુપ બનાવુ છું. જે તે સમયે રસાયણિક ખેતી કરતા તે સમયે ટ્રેક્ટરથી ખેડ પણ થતી ન હતી. અત્યારે મારી જમીનમાં હળ હાકવું હોય તો પણ હાકી શકાય છે એટલો સુધારો પ્રાકૃતિક કૃષિ થકી જમીનમાં આવ્યો છે.

આ પણ વાંચો: ‘શું આદિવાસી લોકો પ્રગતિ ના કરી શકે?’ સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીથી આદિવાસી સમાજમાં રોષ

પ્રાકૃતિક કૃષિમાં 5 થી 6 હજાર ખર્ચમાં પુરુ થઈ જાયઃ ખેડૂત

પ્રાકૃતિક કૃષિમાં આવકની વાત કરતા દીલેશભાઈ જણાવ્યુ કે, ગત વર્ષે મને 1 લાખ ઉપર આવક થઈ હતી. જેમાં ખર્ચ નહીંવત થયો હતો. જયારે રસાયણિકમાં 1 લાખની આવકની સામે 35 થી 40 હજારનો ખર્ચ થઈ જતો હોય છે. ત્યારે પ્રાકૃતિક કૃષિમાં 5 થી 6 હજાર ખર્ચમાં પુરુ થઈ જાય છે. ગત વર્ષે પાકમાં કપાસ, સોયાબીન અને શિયાળુ મકાઈ કરી હતી. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે સંદેશ આપતા દીલેશભાઈએ જણાવ્યું કે, તમામ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ તરફ વળવું જોઈએ. આપણી જમીન બચશે તો આપણું જીવન અને ભવિષ્ય બચશે. આજે દિન પ્રતિદિન અનેક ગંભીર બીમારીઓ થાય છે ત્યારે તેનાથી બચવા આપણે પ્રાકૃતિક કૃષિ અપનાવી જોઇએ. પોતાના જીવન અને સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ધરતીપુત્રોને આહ્વાન કર્યું હતું.

અહેવાલઃ તૌફિક શેખ, છોટાઉદેપુર

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
ChhotaUdepurChhotaudepur FarmerChhotaudepur NewsDileshbhai Rathwafarmer Dileshbhai RathwaGugliya Kawant taluka ChhotaUdepurGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati Newsnatural farming
Next Article