શું છે સમગ્ર મામલો?
દારૂના એક કેસમાં ફસાયેલા વેપારીના મિત્રનું નામ તપાસમાંથી દૂર કરાવી આપવાના બહાને આ આરોપીએ સુરતના એક કથિત પત્રકાર સાથે મળીને વેપારી પાસે 35 લાખ રૂપિયાની માંગણી કરી હતી. બાદમાં આ રકમ ઘટાડીને 10 લાખમાં નક્કી કરવામાં આવી હતી. પ્રથમ હપ્તા તરીકે 5 લાખ રૂપિયા લેવા માટે આરોપીએ વેપારીને સુરતના સોસયો સર્કલ બોલાવ્યા હતા.
ધમકીઓનો સિલસિલો
પૈસાની ઉઘરાણી દરમિયાન આરોપીએ વેપારીને ભયભીત કરવા માટે અનેક ગંભીર ધમકીઓ આપી હતી. "જો રૂપિયા નહીં આપે તો તારું નામ પણ કેસમાં ખોલાવી દઈશ" તેવી ધમકી આપવાની સાથે, તેણે વેપારીને પોક્સો (POCSO) જેવા અત્યંત ગંભીર ગુનામાં ફસાવી દઈ વરઘોડો કાઢવાની અને પરિવારને જાનથી મારી નાખવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
Navsari: ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી
વેપારી ભાવિન લીંબાચીયાએ આ અંગે ચીખલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે BNS (ભારતીય ન્યાય સંહિતા) ની નવી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, ‘મોન્ટુ કેબલ’ પોલીસ પુત્ર હોવા છતાં પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ભૂતકાળમાં પણ સુરતમાં તેની સામે અનેક પોલીસ કેસ નોંધાયેલા છે. આ ઘટનાએ પત્રકારત્વની આડમાં ચાલતા આ પ્રકારના ખંડણીખોરીના રેકેટ પર મોટો સવાલ ઉભો કર્યો છે.
આ પણ વાંચો: Surat: વજન ઉતારવા કોઈ પેતરો અજમાવતા હોય તો ધ્યાન રાખજો, આવી લોભામણી જાહેરાતમાં તમે ન ફસાતા!