Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Navsari: ચીખલી હાઇવે પર મિલીભગતથી ચાલતું ક્રૂડ ઓઇલ અને ડામર ચોરીનું રેકેટ પકડાયું

નવસારીના ચીખલી હાઇવે પર એક એવું ચોંકાવનારૂ નેટવર્ક સક્રિય હતું જેની કોઈને ભનક પણ નહોતી. મુંબઈથી ભાવનગર જતા કિંમતી ક્રૂડ ઓઇલના ટેન્કરોને નિશાન બનાવી લાખોનું તેલ અને ડામર રાતોરાત બારોબાર સગેવગે કરવામાં આવતું હતું. પોલીસે દરોડો પાડી મુખ્ય સૂત્રધાર સહિતનાઓને ઝડપી લીધા છે
navsari  ચીખલી હાઇવે પર મિલીભગતથી ચાલતું ક્રૂડ ઓઇલ અને ડામર ચોરીનું રેકેટ પકડાયું
Advertisement

નવસારી (Navsari) જિલ્લામાં હાઇવે (Highway) પરથી પસાર થતા ટેન્કરોમાંથી કિંમતી ક્રૂડ ઓઇલ (Crude Oil) ચોરીનું એક મોટું અને આયોજનબદ્ધ કૌભાંડ પોલીસના હાથે ઝડપાઈ ગયું છે. નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB Navsari) ને મળેલી ગુપ્ત બાતમીના આધારે, ચીખલી (Chikhli) તાલુકાના આલીપોર (Alipor) ગામની સીમમાં આવેલા એક કાચા રસ્તા પર ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ઓઇલ માફિયાઓનું આખું નેટવર્ક રંગેહાથ ઝડપી લીધું હતું.

ક્રૂડ ઓઇલ ચોરીનું કૌભાંડ આવ્યું સામે

તપાસમાં સામે આવ્યું છે કે, મુંબઈ (Mumbai) થી ભાવનગર (Bhavnagar) તરફ જતા ક્રૂડ ઓઇલ ભરેલા ટેન્કરોને રસ્તામાં આલીપોર પાસે ઉભા રાખવામાં આવતા હતા. ત્યારબાદ ટેન્કર ચાલકોની મિલીભગતથી તેમાંથી ક્રૂડ ઓઇલ અને ડામર (Bitumen) ચોરી કરીને તેને અન્ય બેરલોમાં ખાલી કરવામાં આવતું હતું. આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર પ્રકાશ ખટીક (Prakash Khatik) હોવાનું બહાર આવ્યું છે, જે ડ્રાઇવરો પાસેથી આ કિંમતી માલ સસ્તા ભાવે ખરીદીને બજારમાં વેચી દેતો હતો.

Advertisement

સંખ્યાબંધ બેરલો પણ કબજે કરવામાં આવ્યા

પોલીસે આ સ્થળેથી બે મોટા ઓઇલ ટેન્કર અને એક બોલેરો પીકઅપ (Bolero Pickup) વાહન જપ્ત કર્યું છે. સાથે જ ચોરી કરેલા તેલ અને ડામરથી ભરેલા સંખ્યાબંધ બેરલો પણ કબ્જે કરવામાં આવ્યા છે. ચીખલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને મુખ્ય સૂત્રધાર પ્રકાશ ખટીક અને બે ટેન્કર ડ્રાઇવરો સહિત કુલ ૫ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય ૨ આરોપીઓ ફરાર છે, જેમની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ હાઇવે પર ચાલતા પેટ્રોલિયમ ચોરીના વ્યાપક નેટવર્ક તરફ ઈશારો કર્યો છે.

Advertisement

આ પણ વાંંચો: Aravalli: લોહિયાળ ખેલ, ફાઇનાન્સ કર્મીની કરપીણ હત્યાથી ફફડાટ

Tags :
Advertisement

.

×