Navsari Fire : ડીસા બાદ નવસારીની પેપર મિલમાં લાગી વિકરાળ આગ, દૂર સુધી દેખાયા ધુમાડાનાં ગોટેગોટા
- નવસારી વેસ્માની સીમમાં પેપર મિલમાં લાગી આગ (Navsari Fire)
- ગોડાઉનમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા
- બારડોલી, પલસાણાનાં ફાયર ફાયટરો કામે લાગ્યા
- નવસારી અને સુરતની ફાયર વિભાગની ગાડીઓ પણ પહોંચી
નવસારી વેસ્માની સીમમાં આવેલ એક પેપર મિલમાં વિકરાળ આગ (Navsari Fire) લાગવાની ઘટના બની છે. આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ગોડાઉનમાં આગ લાગતા ધુમાડાનાં ગોટેગોટા દેખાયા. ઘટનાને પગલે નવસારી, સુરત (Surat), બારડોલી, પલસાણાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી છે અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી છે. ગોડાઉનમાં આગ કેવી રીતે લાગી ? તે પાછળનું કારણ હાલ અકબંધ છે.
આ પણ વાંચો - Gondal : બાંદરા ગામે ભાદરનાં ઓવારામાં નહાવા પડેલા પ્રૌઢનું ડુબી જવાથી મોત
ડીસાની ફેક્ટરી બાદ નવસારીની પેપર મિલમાં લાગી ભીષણ આગ
બનાસકાંઠા જિલ્લાનાં (Banaskantha) ડીસામાં આવેલા ફટાકડાંની ફેક્ટરીમાં લાગેલી આગમાં 21 લોકોનાં મોતની માહિતી છે. આ ગોઝારી ઘટના બાદ હવે નવસારી વેસ્માની સીમમાં આવેલ પેપર મિલમાં ભીષણ આગ (Navsari Fire) લાગી હોવાનો બનાવ બન્યો છે. માહિતી અનુસાર, પેપર મિલનાં ગોડાઉનમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી અને ધુમાડાનાં ગોટેગોટા દૂર સુધી દેખાયા. આગની ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં નવસારી, સુરત, બારડોલી (Bardoli), પલસાણાની ફાયર ટીમ ત્વરિત સ્થળે પહોંચી છે.
-નવસારી વેસ્માની સીમમાં પેપર મિલમાં લાગી આગ
-ગોડાઉનમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દેખાયા
-બારડોલી,પલસાણાના ફાયર ફાયટરો લાગ્યા કામે
-નવસારી અને સુરતની ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે
-ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અકબંધ#Navsari #PaperMillFire #FireAccident #FireBrigade #GujaratFirst pic.twitter.com/c4UcGeLS3t— Gujarat First (@GujaratFirst) April 2, 2025
આ પણ વાંચો - Deesa Blast : આરોપી દિપક મોહનાનીને લઈ હિંમતનગરનાં વેપારીએ કર્યો મોટો ખુલાસો!
નવસારી અને સુરતની ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટનાસ્થળે
ફાયર બ્રિગેડની (Fire Brigade) ટીમો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જો કે, ગોડાઉનમાં આગ કેવી રીતે લાગી તે પાછળનું ચોક્કસ કારણ હાલ સામે આવ્યું નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે. આગ લાગવાથી ગોડાઉનમાં રાખેલ સામાન બળીને ખાખ થયો છે. આ ઘટનામાં કેટલું નુકસાન થયું છે તે તપાસ બાદ જાણી શકાશે.
આ પણ વાંચો - Banaskantha : ડીસા વિસ્ફોટ કાંડના આરોપી પિતા-પુત્રના ખૂલ્યા મોટા રાઝ