Navsari Road Accident: બેફામ ટ્રેલર દુકાનમાં ઘૂસ્યું, સ્કૂલ પાસેના બમ્પરની ખામીને લીધે વારંવાર અકસ્માત
નવસારીના સાતેમ-નાગધરા વિસ્તારમાં આજે એક અનિયંત્રિત ટ્રેલર દુકાનમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ વિસ્તારમાં હાઈસ્કૂલ સામે આવેલા બમ્પર પર રિફ્લેક્ટિવ પટ્ટાના અભાવે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ ઘટના બાદ ગ્રામજનોએ વહીવટી તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે. સીસીટીવીમાં કેદ થયેલી આ દુર્ઘટનાએ ફરી એકવાર રોડ સુરક્ષાના મુદ્દે ગંભીર સવાલો ઉભા કર્યા છે,
Advertisement
Navsari Road Accident: નવસારીના સાતેમ-નાગધરા વિસ્તારમાં આવેલા ખડસુપા-ટાંકલ રોડ પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ આવતું ટ્રેલર રસ્તાની બાજુમાં આવેલી એક દુકાનમાં ઘૂસી જતાં ભારે દોડધામ મચી ગઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ ઘટનાએ સ્થાનિક તંત્રની બેદરકારીને ખુલ્લી પાડી દીધી છે.

