ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Navsari : બીલીમોરામાં લૂંટનો ભેદ ઉકેલાયો, ગણતરીનાં કલાકોમાં બંને આરોપી ઝડપાયા

ધોળા દિવસે મકાનમાં ધૂસીને લૂંટ કરી લુટારુઓ ભાગતા CCTV માં કેદ થયા હતા.
05:07 PM Mar 01, 2025 IST | Vipul Sen
ધોળા દિવસે મકાનમાં ધૂસીને લૂંટ કરી લુટારુઓ ભાગતા CCTV માં કેદ થયા હતા.
Navsari_Gujarat_first
  1. Navsari નાં બીલીમોરામાં લૂંટનો ભેદ ઉકેલાયો
  2. પોલીસે ગણતરીનાં કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા
  3. આરોપી મિહિર ટંડેલને દુબઈ જવા માટે પૈસાની જરુર હતી
  4. આરોપી પ્રિન્સને ચા ની ફ્રેન્ચાઇઝી લેવા માટે પૈસાની જરૂર હોવાથી લૂંટ કરી

નવસારીનાં (Navsari) બીલીમોરામાં ધોળા દિવસે લૂંટની ઘટનામાં મોટા સમાચાર આવ્યા છે. પોલીસે ગણતરીનાં કલાકોમાં જ લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને બંને આરોપીને ઝડપી આપ્યા છે. ધોળા દિવસે મકાનમાં ધૂસીને લૂંટ કરી લુટારુઓ ભાગતા CCTV માં કેદ થયા હતા. ઝડપાયેલ આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એક આરોપીને દુબઈ જવું હતું જ્યારે બીજા આરોપીને ચા ની ફ્રેન્ચાઇઝી લેવા માટે રૂપિયાની જરૂર હોવાથી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Navsari : ધોળા દિવસે ઘરમાં ઘૂસ્યા લુટારૂ, મહિલાનાં ગળે હથિયાર મૂકીને..! CCTV આવ્યા સામે

પોલીસે ગણતરીનાં કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યા

નવસારીમાં (Navsari ) જિલ્લાનાં બિલિમોરામાં આવેલી સહયોગ સોસાયટીનાં એક મકાનમાં બે દિવસ પહેલા ધોળા દિવસે બે બુકાનીધારી લુટારુઓ ઘૂસી આવ્યા હતા અને ઘરમાં હાજર મહિલાનાં ગળાનાં ભાગે હથિયાર મૂકીને લૂંટ મચાવી હતી. લુટારૂઓ ઘરમાંથી દાગીના અને રોકડ સહિતની લૂંટ કરી ફરાર થયા હતા. લૂંટ મચાવી ઘરમાંથી બહાર ભાગતા બે લુટારૂઓનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. આશ્ચર્યની વાત તો એ હતી કે આ લૂંટની ઘટનાં બિલિમોરા પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર બની હતી. આ કેસમાં ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી કરી CCTV ફૂટેજનાં આધારે બંને આરોપીઓની ગણતરીનાં કલાકોમાં જ ધરપકડ કરી છે.

આ પણ વાંચો - Gondal: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બાલાશ્રમની પાંચ દીકરીઓનો લગ્નોત્સવ ઉજવાશે, જુઓ આ તસવીરો

આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા!

પોલીસ તપાસ અનુસાર, ઝડપાયેલ બંને આરોપીઓની ઓખળ 24 વર્ષીય મીહિર ટંડેલ અને પ્રિન્સ તરીકે થઈ છે. બંને આરોપી બીલીમોરાનાં (Bilimora) રહેવાસી છે. બંને આરોપીઓને રૂપિયાની જરૂર હતી. આરોપી મિહિર ટંડેલને દુબઈ જવા માટે જ્યારે આરોપી પ્રિન્સને ચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે રૂપિયાની જરૂર હોવાથી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Gujarat: માવઠા અને વાદળછાયા વાતાવરણની આગાહી, 4થી 10 માર્ચ વચ્ચે રહેશે વાતાવરણમાં પલટો

Tags :
BilimoraBilimora PoliceCctv FootageCrime NewsGujarat FirstGUJARAT FIRST NEWSNavsarirobbery case
Next Article