ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha : સાંગલામા ભત્રીજાએ કાકાની હત્યા કરી લાશને ડેમમાં ફેંકી

અહેવાલ - સચિન શેખલીયા, બનાસકાંઠા પાલનપુર તાલુકાના સાંગલા ગામે સગા ભત્રીજાએ કોઈ કારણસર વૃદ્ધ કાકાની હત્યા કરી તેમની લાશને ગાડીમાં લઇ જઇ દાંતીવાડા ડેમમાં ફેંકી દીધી હતી અને પરત ફરતી સમયે ગાડી ડેમના પટ ફસાઈ જતા આજુબાજુ લોકો મદદે આવ્યા...
02:33 PM Dec 02, 2023 IST | Vipul Pandya
અહેવાલ - સચિન શેખલીયા, બનાસકાંઠા પાલનપુર તાલુકાના સાંગલા ગામે સગા ભત્રીજાએ કોઈ કારણસર વૃદ્ધ કાકાની હત્યા કરી તેમની લાશને ગાડીમાં લઇ જઇ દાંતીવાડા ડેમમાં ફેંકી દીધી હતી અને પરત ફરતી સમયે ગાડી ડેમના પટ ફસાઈ જતા આજુબાજુ લોકો મદદે આવ્યા...

અહેવાલ - સચિન શેખલીયા, બનાસકાંઠા

પાલનપુર તાલુકાના સાંગલા ગામે સગા ભત્રીજાએ કોઈ કારણસર વૃદ્ધ કાકાની હત્યા કરી તેમની લાશને ગાડીમાં લઇ જઇ દાંતીવાડા ડેમમાં ફેંકી દીધી હતી અને પરત ફરતી સમયે ગાડી ડેમના પટ ફસાઈ જતા આજુબાજુ લોકો મદદે આવ્યા જ્યા ડેમમાં મૃતકની લાશ ડેમ કાંઠે તરતી જોવા મળતા બનાવ અંગે શંકા ગઇ હતી. આ મામલે તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે ગાડીમાં સવાર મૃતકના ભત્રીજા સહિત બે વ્યક્તિની અટકાયત કરી હતી

ડેમ કાંઠે મળી લાશ

પાલનપુર તાલુકાના નાની ભટામલ ગામને અડીને આવેલના દાંતીવાડા ડેમ પટમાં એક સ્કોર્પિયો ગાડી ફસાઈ જતા આજુબાજુના ખેતરમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. આ સમયે ડેમ કાંઠે એક વૃદ્ધની લાશ જોવા મળતા પાલનપુર તાલુકા પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસ તાબડતોડ દોડી આવી હતી જ્યા તપાસ કરતા લાશ પાલનપુર તાલુકાના સાંગલા ગામના 70 વર્ષીય મૂળાભાઈ ભેમાંભાઇ ભૂતડીયા (ચોધરી) નું હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે ભત્રીજા સહિત 2ને ઝડપી લીધા

ડેમ કાંઠે ફસાયેલ ગાડીમાં સવાર મૃતકના ભત્રીજા ગોવાભાઈ મોતીભાઇ ભૂતડીયા અને તેની સાથે રહેલ ભાગિયાની કડક પૂછતાછ કરતા ભત્રીજાએ ઘર કંકાશના તેમજ નશીલી હાલતમાં કોઇ કારણસર તેના કાકાની હત્યા કરી લાશને સ્કોર્પિયો ગાડીમાં લઇ જઇ નાની ભટમલ ગામની સીમમાં દાંતીવાડા ડેમ મા ફેંકી દીધી હોવાનું બહાર આવતા મૃતકના ભત્રીજા ગોવાભાઇ અને તેમના ખેતરમાં કામ કરતા ભાગીયાને ફસાયેલ ગાડી સાથે ઝડપી પાડ્યા હતા અને મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપી બનાવની આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે સગા ભત્રીજાએ કાકાની હત્યા નશીલી હાલતમાં કરી હોવાનું સ્થાનિક લોકો માં ચર્ચાઇ રહ્યું હતું.

આ પણ વાંચો----GIR SOMNATH : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાનાં ચાંડુવાવ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ

Tags :
BanaskanthaGujaratMurderpalanpur policepolice
Next Article