ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat : નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪

Gujarat રાજ્યના કુટીર ઉદ્યોગ વિભાગના માનનીય મંત્રી  બલવંતસિંહ રાજપુત અને માનનીય રા.ક. મંત્રી  જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા) ની ઉપસ્થિતિમાં નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ ૨૦૨૪ની ગાંધીનગર ખાતેથી જાહેરાત કરાઈ છે. નવીન કુટીર નીતિ ૨૦૨૪નું વિઝન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉન્નત બજાર...
02:01 PM Nov 27, 2024 IST | Kanu Jani
Gujarat રાજ્યના કુટીર ઉદ્યોગ વિભાગના માનનીય મંત્રી  બલવંતસિંહ રાજપુત અને માનનીય રા.ક. મંત્રી  જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા) ની ઉપસ્થિતિમાં નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ ૨૦૨૪ની ગાંધીનગર ખાતેથી જાહેરાત કરાઈ છે. નવીન કુટીર નીતિ ૨૦૨૪નું વિઝન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉન્નત બજાર...

Gujarat રાજ્યના કુટીર ઉદ્યોગ વિભાગના માનનીય મંત્રી  બલવંતસિંહ રાજપુત અને માનનીય રા.ક. મંત્રી  જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા) ની ઉપસ્થિતિમાં નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ ૨૦૨૪ની ગાંધીનગર ખાતેથી જાહેરાત કરાઈ છે.

નવીન કુટીર નીતિ ૨૦૨૪નું વિઝન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉન્નત બજાર હિસ્સા સાથે રાજ્યમાં એક ગતિશીલ અને આત્મનિર્ભર કુટીર ઉદ્યોગ ક્ષેત્રનું નિર્માણ કરવાનું છે. તેમજ રાજ્યની લુપ્ત થતી હસ્તકલાઓને જાળવી રાખવાનું છે.

નવીન કુટીર ઉદ્યોગ નીતિ Gujarat રાજયમાં કુટીર ઉદ્યોગની ઇકો સિસ્ટમને મજબૂત કરીને કુટીર ક્ષેત્રને ટકાઉ બનાવવા અને લુપ્ત થતી હસ્તકલાને પુનર્જીવિત કરવા પર ભાર આપશે.

સક્ષમ અને અનુકૂળ વાતાવરણ દ્વારા ગુજરાતના હસ્તકલા, ખાદી અને હાથશાળના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન મળે અને તેની જાળવણી થાય અને ઉપરાંત ધિરાણ સહાય, માર્કેટ સહાય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો વિકાસ, કૌશલ્ય વિકાસ, ટેક્નોલોજી અપગ્રેડેશન અને ઈનોવેશનની ઉપલબ્ધતા દ્વારા આ ક્ષેત્રમાં તકો વધારવી એ આ નીતિનું મિશન છે.

Gujarat સરકારનો નવીન કુટીર નીતિ અંતર્ગત આગામી પાંચ વર્ષ માટે લક્ષ્યાંક 

ગુજરાત સરકાર દ્વારા નવીન કુટીર નીતિ અંતર્ગત આગામી પાંચ વર્ષ માટે નીચે મુજબના લક્ષ્યાંક રાખેલ છે.

Gujarat માં દર વર્ષની જેમ આજ રોજ પણ માનનીય મંત્રીશ્રી, કુટીર ઉદ્યોગ અને માનનીય રા.ક. મંત્રી શ્રી દ્વારા ૧૧ કારીગરોને ડબલ ઇક્કત પટોળા સાડી, એમ્બ્રોડરી અને જરી જરદોશી, એપ્લીક વર્ક, વુડન વર્ક, મોતીકામ, કમલકારી, ટાઈ એન્ડ ડાય, ખરલ અને મશરૂ જેવી ક્રાફ્ટમાં એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા.

આ પણ વાંચો- Pensioners-આનંદો,હવે ઘરે બેઠાં મેળવો જીવન પ્રમાણપત્ર

Tags :
Gujarat
Next Article