BZ કૌભાંડમાં નવો ફણગો ફુટ્યો, વન વિભાગે કૌભાંડીનો કર્યો પ્રચાર-પ્રસાર
- વન વિભાગ દ્વારા BZ કૌભાંડના મુખ્ય કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પ્રચાર-પ્રસાર
- વીડિયો વાયરલ થઈ જતા વનવિભાગને નીચું જોવાનો વારો આવ્યો
- વન વિભાગના સામાજિક વનીકરણ અધિકારીઓ દ્વારા કૌભાંડીની સંસ્થાનો સહયોગ મેળવાયો
BZ Scam: વધુ વળતરની લાલચ આપીને લોકોને વિવિધ પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરવાનાં આરોપ હેઠળ BZ ગ્રૂપનો માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ જેલમાં બંધ છે. જો કે આ વિવાદમાં નવો ફણગો ફુટ્યો છે. જેમાં આ કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પ્રચાર-પ્રસાર વન વિભાગના અધિકારી અને કર્મચારીઓ કર્યો છે.
વીડિયો વાયરલ થતા વન વિભાગને બટ્ટો
આખા દેશમાં ચકચારી બનેલા BZ કૌભાંડના મુખ્ય કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પ્રચાર-પ્રસાર વન વિભાગના અધિકારી અને કર્મચારીઓ કરતા ચકચાર મચી ગઈ છે. આ પ્રચાર-પ્રસારનો વીડિયો વાયરલ થતા વન વિભાગને શરમાવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કૌભાંડ આચરનારો ભૂપેન્દ્ર ઝાલા જેલમાં છતાં અધિકારીઓ ભાન ભૂલીને તેની વાહવાહી કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ સુરતમાં 12 હજાર મહિલાઓએ એકસાથે ઘુમ્મર નૃત્ય કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
શા માટે કરવો પડ્યો પ્રચાર ?
વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ અતિ ચકચારી એવા BZ કૌભાંડના મુખ્ય કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પ્રચાર-પ્રસાર કર્યો છે. જો કે આવા કૌભાંડી અને હાલ જેલમાં બંધ એવા ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પ્રચાર પ્રસાર કરવાની જરૂર શા માટે પડી, આ પ્રશ્નનો જવાબ પ્રાથમિક તપાસમાં એવો મળે છે કે વન વિભાગના સામાજિક વનીકરણ અધિકારીઓ દ્વારા કૌભાંડીની સંસ્થાનો સહયોગ મેળવાયો છે. તેથી અધિકારીઓએ ભાન ભૂલી કૌભાંડીની સંસ્થાનો અને નામની વાહવાહી કરી દીધી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.
BZ સંસ્થાનો વ્યક્ત કર્યો આભાર
રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચર કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રચાર-પ્રસાર તો કર્યો જ પણ સાથે સાથે તેની વાહવાહી પણ કરી છે. કૌભાંડ આચરનારો ભૂપેન્દ્ર ઝાલા જેલમાં હોવા છતાં અધિકારીઓએ ભાન ભૂલી ગયા હોય તેવી હરકત કરી છે. કૌભાંડી સંસ્થાનો આભાર માનીને તેઓ હજૂ પણ આ સંસ્થા અને કૌભાંડીનું મહિમા મંડન કરી રહ્યા છે. આટલું જ નહિ અધિકારીઓએ કૌભાંડી અને તેની સંસ્થાનું મહિમા મંડન કરીને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો. આ વીડિયો વાયરલ થઈ જતા પ્રચાર-પ્રસાર કરનાર અધિકારીઓ જ નહિ પરંતુ સમગ્ર વનવિભાગને નીચું જોવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચોઃ Shankar Chaudhary Super Exclusive : વિધાનસભા સત્રથી લઈ તેમના વિસ્તાર અંગે શંકર ચૌધરી સાથે ખાસ સંવાદ