Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar: અમદાવાદ બાદ ગાંધીનગરમાં પાલતુ શ્વાનો માટે નવા નિયમો, હવે શ્વાન રાખવું બનશે અઘરું!

પાલતુ શ્વાનો માટે અમદાવાદ (Ahmedabad) બાદ ગાંધીનગર (Gandhinagar) મહાનગરપાલિકા નિયમો લાગુ કરશે જેમાં પાલતુ શ્વાન રજીસ્ટ્રેશન ફરજિયાત બનશે આ સાથે પાલતુ શ્વાન માટે રૂપિયા 209 રજિસ્ટ્રેશન ફી સાથે માલીકોની વિગતો આપવી ફરજિયાત રહેશે તેમજ જાહેરમાં ગંદકી કરતા પાલતુ શ્વાનના માલિકોને રૂપિયા 500 દંડ ભરવો પડશે.
gandhinagar  અમદાવાદ બાદ ગાંધીનગરમાં પાલતુ શ્વાનો માટે નવા નિયમો   હવે શ્વાન રાખવું બનશે અઘરું
Advertisement
  • પાલતુ શ્વાનો માટે અમદાવાદ બાદ ગાંધીનગર (Gandhinagar) મહાનગરપાલિકા નિયમો લાગુ કરશે
  • ગાંધીનગર મહાનગરપાલિકાનો પાલતુ શ્વાન રજીસ્ટ્રેશન ફરજિયાત બનશે
  • પાલતુ શ્વાન માટે રૂપિયા 209 રજિસ્ટ્રેશન ફી સાથે માલીકોની વિગતો આપવી ફરજિયાત રહેશે
  • જાહેરમાં ગંદકી કરતા પાલતુ શ્વાનના માલિકોને રૂપિયા 500 દંડ ભરવો પડશે
  • ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં નિર્ણય

Gandhinagar: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar)  મહાનગરપાલિકાએ પાલતુ શ્વાનો માટે કડક નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) પછી હવે ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) પણ આ જ મોડેલને અપનાવી રહી છે. મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દે મહત્વનો નિર્ણય લેવાયો છે, જે અંતર્ગત પાલતુ શ્વાનોનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનશે. આ નિયમોનો ઉદ્દેશ શહેરને વધુ સ્વચ્છ અને પ્રાણી-મૈત્રીપૂર્ણ બનાવવાનો છે.

રજીસ્ટ્રેશન ફરજિયાત,માલિકોને આપવી પડશે વિગતવાર માહિતી

સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અને મહાનગરપાલિકા અધિકારીઓએ જણાવ્યું કે, દરેક પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન ઓનલાઇન પોર્ટલ દ્વારા કરાવવું ફરજિયાત રહેશે. રજીસ્ટ્રેશન ફી રૂ. 209 નક્કી કરવામાં આવી છે, જેમાં માલિકનું નામ, સરનામું, મોબાઇલ નંબર, આધાર કાર્ડ અને શ્વાનની વેક્સિનેશન રિપોર્ટ જેવી વિગતો આપવી પડશે.

Advertisement

Advertisement

અમદાવાદ મહાનગરપાલિકાએ પણ લાગું કર્યો છે નિયમ

આ નિયમ અમદાવાદ મહાનગરપાલિકાના જાન્યુઆરી 2025 થી લાગુ થયેલા નિયમો પર આધારિત છે, જ્યાં રજીસ્ટ્રેશન ફી રૂ.200 છે અને 90 દિવસની મુદતમાં રજીસ્ટ્રેશન પૂર્ણ કરવાનું હતું. ગાંધીનગરમાં પણ આવી જ મુદત નક્કી થવાની શક્યતા છે, જેની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અધિકારીઓ કહે છે કે, આ પગલું રેબીઝ અને અન્ય પ્રાણી-સંબંધિત રોગોને રોકવા તેમજ શ્વાનોની વસ્તીની ચોક્કસ માહિતી મેળવવા માટે લેવામાં આવ્યું છે.

જાહેર સ્થળો પર ગંદકી પર કડક કાર્યવાહી

નવા નિયમોમાં જાહેર સ્થળો, પાર્કો કે રસ્તાઓ પર પાલતુ શ્વાનો દ્વારા થતી ગંદકી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેથી જાહેરમાં ગંદકી કરતા પાલતુ શ્વાન ના માલિકોને રૂ.500 નો દંડ ભરવો પડશે.

આ પણ વાંચો:  Gujarat Police Recruitment 2025: સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે ખુશખબર! ગુજરાત પોલીસમાં નવી ભરતીની જાહેરાત

Tags :
Advertisement

.

×