અજાણ્યા વાહન સાલક પાસે લિફ્ટ માંગતા હોય તો ચેતજો.બગોગરાની એક મહિલાને અજાણ્યા વાહન ચાલક પાસે લિફ્ટ લેવાનું ભારે પડી ગયું. અમદાવાદ જિલ્લાનાં બગોદરા પોલીસ સ્ટેશનમાં એક 30 વર્ષીય મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી છે.જેમાં બાવળામાં રહેતી લીના (નામ બદલેલ છે)નાં પતિનું 12 વર્ષ પહેલા અવસાન થયા પછી બે બાળકોની જવાબદારી હોવાથી તે કટલરીનો સામાન ગામડે ગામડે ફરીને વેચાણ કરીને જીવનનિર્વાહ ચલાવે છે.ટ્રકચાલકે બેહુદુ વર્તન કર્યું શનિવારનાં રોજ સવારના સમયે લીનાએ કટલરીનો સામાન થેલામાં ભરી બાવળાનાં બલદાણા ગામે વેચાણ કરવા માટે ગઈ હતી, બપોરનાં સમયે સામાન વેચીને છુટક વાહનમાં લીના બલદાણા ગામેથી કેરાળા ખાતે પહોંચી હતી, અને કેરાળાથી એક ડમ્પરમાં બેસીને કલ્યાણગઢ પાટીયા પાસે પેટ્રોલપંપ પર બહેનપણી નોકરી કરતી હોય જેની પાસે લીનાને કટલરીનાં પૈસા લેવાના હોવાથી તે પેટ્રોલપંપ ખાતે ઉતરી હતી, પરંતુ લીનાંની બહેનપણી ત્યાં હાજર ન હોવાથી પેટ્રોલપંપથી બગોદરા જવા માટે વાહનની રાહ જોઈ રહી હતી, તે સમયે એક ટ્રક ચાલક ત્યાથી પસાર થયો હતો, જેથી મહિલાએ હાથ કરતા ચાલકે વાહન ઉભુ રાખ્યું હતું. લીનાએ બગોદરા જવાનું કહેતા વાહનચાલકે તેને લિફ્ટ આપી હતી. કલ્યાણગઢ પસાર થતા જ ટ્રકચાલકે લીનાને સાથે બેહુદુ વર્તન કર્યું હતું.જે બાદ ટ્રક ચાલકે લીના પાસે બિભત્સ માંગણી કરી હતી.સમયસૂચકતા રાખીને મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચી ચાલકની આવી માગ સાંભળતા જ લીના ગભરાઈ ગઈ હતી. સમયસૂચકતા રાખીને ટ્રક બગોદરા પોલીસ સ્ટેશન સામે પહોંચતા લીનાએ વાહન ઉભું રખાવી તે પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. તેણે ટ્રક ચાલક સામે બગોદરા પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે બગોદરા પોલીસે તપાસ કરતા ડાલા ચાલકનું નામ સુમેર કાજી હોવાનું સામે આવ્યુ હતું, આ મામલે બગોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.