સંરક્ષણ ક્ષેત્રમાં ‘આત્મનિર્ભર’ બનવાનું અને વર્ષ 2024 સુધીમાં આ ક્ષેત્રમાં 5 અબજ ડૉલરની નિકાસનું લક્ષ્ય પ્રાપ્ત કરવાના હેતુસર ગુજરાતના ગાંધીનગર ખાતે 10થી14 માર્ચ દરમ્યાન DEF-EXPO 2022નું આયોજન કરાયું છે. જેમાં સંરક્ષણ ઉદ્યોગ ક્ષેત્રે ભારત દુનિયાને પોતાની ક્ષમતાઓ અને ઉત્પાદનોની તાકાત બતાવશે. ગુજરાતના ગાંધીનગર ખાતે આ12મો Def-Expo-2022નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભૂમિ, વાયુ, સમુદ્રી અને આંતરિક જમીની સુરક્ષા તેમજ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સને કેન્દ્રમાં રાખીને એક મેગા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનની થીમ ‘ભારત -ઉભરતું સંરક્ષણ ટેક્નોલોજી નિર્માણ હબ’રાખવામાં આવી છે. પ્રદર્શનમાં 70 કરતાં વધારે દેશો પણ જોડાશેઆ પ્રદર્શનમાં સંરક્ષણ ઉદ્યોગસાથે જોડાયેલી કંપનીઓને તેમની ક્ષમતાઓ, ઉત્પાદનો અને સેવાઓ અંગેની સમજ જેતે ક્ષેત્રના અધધિકારીઓ સમક્ષ રજૂ કરવા માટે તક પૂરી પાડશે. આત્આયાર સુધીમાં આ પ્રદર્શન માટે 842 પ્રદર્શકોએ આ ઇવેન્ટ માટે નોંધણી કરાવી છે .આ પ્રદર્શનમાં 70 કરતાં વધારે દેશોના અંદાજે 1,000 પ્રદર્શકો જોડાશે.ભારત -આફ્રિકાના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે બીજો પરિસંવાદસંરક્ષણ ઉદ્યોગ ક્ષેત્રમાં પારસ્પરિક સહકાર વધારે મજબૂત કરવા માટે ભારત -આફ્રિકાના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે બીજો પરિસંવાદ યોજાશે. જેમાં ભારત અને આફ્રિકા વચ્ચે રોકાણ, સંરક્ષણ ઉપકરણો, સોફ્ટવેર, ડિજિટલ સંરક્ષણ, સંશોધન અને વિકાસ મામલે ચર્ચા કરવામાં આવશે. બંધન કાર્યક્રમ હેઠળ આ ક્ષેત્ર સાથે જોડાયેલી ખ્યાતનામ કંપનીઓ સાથે MoU પણ કરાશે.2024 સુધીમાં આ ક્ષેત્રમાં 5 અબજ ડૉલરની નિકાસનું લક્ષ્યDef-Expo-2022ના આયોજનનું ધ્યેય સંરક્ષણ ક્ષેત્રમાં ‘આત્મનિર્ભરતા’ પ્રાપ્ત કરવાનું અને વર્ષ 2024 સુધીમાં આ ક્ષેત્રમાં 5 અબજ ડૉલરની નિકાસનું લક્ષ્ય હાંસલ કરવાનો છે. સાથો સાથ ભારતને ભૂમિ, વાયુ અને સમુદ્રી તેમજ જમીની સુરક્ષા સિસ્ટમ્સ અને સંરક્ષણ એન્જિનિયરિંગ માટે મુખ્ય સ્પોટ બનાવવાનો છે. ભવિષ્યના યુદ્ધોને ધ્યાનમાં રાખીને નવતર ટેકનોલોજી અને તેના માટે જરૂરી ઉપકરણો તેમજ તેના પરિણામી પ્રભાવોને ઓળખવાનો પણ છે.