રાજયમાં ફરી એક વાર હેલ્મેટનું ભૂત ધૂણ્યું છે. રાજયના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ તરફથી સમગ્ર રાજયમાં હેલ્મેટ નહીં પહેરનારા અને સીટ બેલ્ટ નહીં બાંધનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરીને વધુમાં વઘુ કેસ કરવાના આદેશ આપ્યા છે. જો કે લોકોમાં ડર પેદા કરવા કરતાં સમજણ આવે તેવી જાગૃતી લાવવી ખૂબ જ જરુરી છે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ તરફથી રાજયની પોલીસને સૂચના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ તરફથી રાજયના તમામ પોલીસ કમિશનર, રેન્જના વડા અને જીલ્લા પોલીસ વડાઓને આ બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે વખતો વખત રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં માર્ગ અકસ્માતોમાં હેલ્મેટ નહી પહેરવા અને સીટ બેલ્ટ નહીં બાંધવાના કારણે મૃત્યુદર અને ગંભીર ઇજાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જેને ધ્યાનમાં રાખીને ફરી એક વાર સમગ્ર રાજયમાં ફરી એક વાર હેલ્મેટ અને સીટ બેલ્ટ નહી બાંધનારા વાહન ચાલકો લાલ આંખ કરવામાં આવી છે. 6 માર્ચથી 15 માર્ચ સુધી સમગ્ર રાજયમાં ચાલશે સ્પેશિયલ ડ્રાઇવ પરિપત્ર મુજબ આગામી 6 માર્ચથી 15 માર્ચ સુધી સમગ્ર રાજયમાં સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી છે અને તે મુજબ હેલ્મેટ નહીં પહેરનારા અને કારમાં સીટ બેલ્ટ નહી બાંધનારા વાહન ચાલકો સામે વધુમાં વધુ કેસો કરવાની સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી ખાસ કરીને શહેરી વિસ્તારોમાં મોટા ભાગના ટુ વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ પહેરવાનું ટાળતા હતા જેથી આ સમાચાર જાહેર થતાં જ વાહન ચાલકોએ માળીયા પરથી પોતાના હેલ્મેટ ઉતાર્યા હતા અને જેમની પાસે હેલ્મેટ ન હતા તેમામે નવા હેલ્મેટ ખરીદવાનું શરુ કર્યું હતું. રાજયમાં ફરી એક વાર હેલ્મેટનું ભૂત ધૂણતા વાહન ચાલકોમાં કચવાટ જોવા મળ્યો હતો.