કડી પાસે એક સાથે 6 જીનિંગ ઇન્ડસ્ટ્રીઝમાં લૂંટારું ટોળકી ત્રાટકી, સમગ્ર ઘટના cctvમાં કેદ
મહેસાણા જિલ્લાના ઔદ્યોગિક કડી વિસ્તારમાં ચોરી-લૂંટ જેવી ઘટનાઓ મોટા પ્રમાણ માં વધી ગઈ છે, ચોરી અને લૂંટ જેવી ઘટનાઓ ખાસ કરીને કડી તાલુકામાં ખૂબ વધુ જોવા મળી છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ વધતા પોલીસને પણ નાકે દમ ચડાવી દીધો છે. છાસ વારે બનતી ચોરી, લૂંટ અને હત્યાના કેશ વધતા પોલીસનો જાણે ડર ના રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે લોકો માં પણ ક્રાઈમ રેટ વધતા ઊંઘ હરામ થઈ ગઈ છે. ખાસ
Advertisement
મહેસાણા જિલ્લાના ઔદ્યોગિક કડી વિસ્તારમાં ચોરી-લૂંટ જેવી ઘટનાઓ મોટા પ્રમાણ માં વધી ગઈ છે, ચોરી અને લૂંટ જેવી ઘટનાઓ ખાસ કરીને કડી તાલુકામાં ખૂબ વધુ જોવા મળી છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ વધતા પોલીસને પણ નાકે દમ ચડાવી દીધો છે. છાસ વારે બનતી ચોરી, લૂંટ અને હત્યાના કેશ વધતા પોલીસનો જાણે ડર ના રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે લોકો માં પણ ક્રાઈમ રેટ વધતા ઊંઘ હરામ થઈ ગઈ છે. ખાસ કરીને બંધ મકાનને ચોર ગેંગ વધુ ટાર્ગેટ કરે છે ત્યારે સ્થાનિકો ઘર સુનું મૂકી બહાર જવાનું પણ ટાળી રહ્યા છે.
કડી માં 6 જીનિંગ મિલોને બનાવી ટારગેટ
કડી થી થોળ તરફ જતા હાઇવે ઉપર આવેલી 6 જેટલી જીનિંગ મીલો ને લૂંટારું ટોળકી એ એક જ રાત માં નિશાન બનાવી હતી.ધોકા જેવા હથિયારો સાથે લૂંટ કરવા આવેલી લૂંટારું ટોળકી સીસીટીવી કેમેરા માં કેદ થઈ છે,,,ત્યારે પ્રથમ ભીમાણી ઇન્ડસ્ટ્રીઝ માં પ્રથમ લૂંટારું ટોળકી એ કર્મચારી ઉપર હુમલો કરી સોના ના દોરા અને રોકડ ની લૂંટ કરી હતી..તો વળી પ્રગતિ ઇન્ડસ્ટ્રીઝ માં પણ બે કર્મચારીઓને માર મારી રોકડ અને મોબાઈલ ની લૂંટ ચલાવી હતી..આ ઉપરાંત નજીક આવેલી જગદીશ,કેશવ,વિપુલ અને શુકન જીનિંગ ઇન્ડસ્ટ્રીઝ માં લૂંટારું ટોળકી ત્રાટકી હતી અને લૂંટ કરવા માં અસફળ થતા તોડફોડ કરી હતી..જોકે રાત્રી ના અંધકાર માં લૂંટ ની બનેલી ઘટના માં અજાણ્યા લૂંટારું ઈસમો વિરુદ્ધ લૂંટ ની ફરીયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કડીમાં જીનિંગ મિલમાં ચોરી કરવા આવેલ ટોળકીનો હુમલો
કડી માં અનેક ઉદ્યોગો સ્થપાયેલ છે સાથે સાથે જીનિંગ મિલો પણ વધુ માત્રામાં આવેલી છે. ત્યારે રોકડ રકમની પણ આપલે વધુ થતી હૉય છે. ગઈ કાલે જ આ પ્રકારની ચોરી અને હુમલાની ઘટના કડી પાસે ના થોળ પાસે ઘટના સામે આવી છે. ભીમાણી, પ્રગતિ, જગદીશ, કેશવ, વિપુલ અને શુકન નામની જીનિંગ મિલને ચોર ટોળકીએ ટાર્ગેટ કરી હતી. જેમાં જીનિંગ મિલ ના કર્મચારી જાગી જતા તેમના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. ઘાયલ કર્મચારીઓ ને કડી ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે. ઘાયલ કર્મચારી અને જીનિંગ માલિકો એ કડી પોલીસ સ્ટેશનમાં આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે અને પોલીસે ઘાયલોના નિવેદન લઈને અને cctv ના આધારે આરોપીઓ સામે અટકાયતી પગલાં ભરવા ચક્રો ગતિમાન કર્યા છે.
આપણ વાંચો- મહેસાણા શહેરમાં કંકુ કોમ્પલેક્ષમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો, એક જ રાતમાં 7 દુકાનોના તાળા તુટ્યા હતા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


