જનકલ્યાણ વિસ્તારમાં થી અર્ધનગ્ન હાલતમાં યુવાનની લાશ મળી
જેતપુરમાં અર્ધનગ્ન હાલતમાં વ્હેલી સવારે યુવાનની લાશ મળતા ચકચાર ફેલાઇ ગયો હતો મૃતદેહ મળતા અકસ્માતે પડી જતા બનાવ બન્યો હશે કે પછી હત્યા થઈ છે? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.યુવકની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયોબનાવની મળતી વિગત મુજબ જેતપુરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ જનકલ્યાણનગરમાં આવેલ સાડીના કારખાનàª
Advertisement
જેતપુરમાં અર્ધનગ્ન હાલતમાં વ્હેલી સવારે યુવાનની લાશ મળતા ચકચાર ફેલાઇ ગયો હતો મૃતદેહ મળતા અકસ્માતે પડી જતા બનાવ બન્યો હશે કે પછી હત્યા થઈ છે? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
યુવકની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો
બનાવની મળતી વિગત મુજબ જેતપુરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ જનકલ્યાણનગરમાં આવેલ સાડીના કારખાના પાછળથી અર્ધનગ્ન હાલતમાં યુવકની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો. આસપાસ તપાસ કરતા મૃતકનું નામ કેશુ નાથાભાઈ મકવાણા(ઉ.વ.31) હોવાનું ખુલ્યું હતું. તેના પરિવારજનોને જાણ કરતા તેઓ દોડી આવેલા તેના વૃદ્ધ માતાએ સ્થળ પર જ કલ્પાંત કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. પરિવારજનોના આક્ષેપ મુજબ હત્યા થયાની આશંકા વ્યક્ત કરી હતી.
દેશી દારૂની પોટલી જેવી કોથળીઓ જોવા મળી છે
આ તરફ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકના નાક પાસે લોહી નીકળ્યું છે. જે તેના ચહેરા પર ફેલાયું છે. કોઈ ઇજાના નિશાન નથી. મૃતક દારૂ પીવાની ટેવ ધરાવતો હોઈ.છૂટક મજૂરી કામ કરતો એટલે કોઈ સાથે દુશ્મના વટ હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ નથી. તેના શરીરે ઇજાના કોઈ ખાસ નિશાન નથી.
મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે
પરંતુ નશાની હાલતમાં જ તે ખુલ્લામાં શૌચ માટે ગયો હોય ત્યારે લડથડીયા ખાતા પડી જતા ત્યાં પાસે જ દીવાલની કોર તેમનાં માથામાં વાગ્યો હોવાનું અનુમાન છે.આ સ્થળે અસંખ્ય દેશી દારૂની પોટલી જેવી કોથળીઓ જોવા મળી છે.મૃતના મૃતદેહ પાસેથી પણ દારૂની કોથળીઓ મળી જોકે મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


