શું બની સમગ્ર ઘટના?ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું છે?, જો સ્વયં જાનકીનાં નાથને ના ખબર હોય તો પછી સામાન્ય માણસની શું વસાત? આવી જ કંઇક ઘટના મોરબીમાં બની. એક પરિવાર જે મુંબઇથી કચ્છ પરત જવા નીકળ્યો અને રસ્તામાં જ કાળ ભરખી ગયો.મોરબીનાં હળવદ પાસે વહેલી સવારે અસમાન્ય ઘટના બનવા પામી.કચ્છી પરિવાર જે મુંબઇથી પરત કચ્છનાં રાપરનાં દેસલપર જઇ રહ્યો હતો ત્યારે અચાનક કાર પલટી જતાં ગોઝારી ઘટના બનવા પામી હતી.સમગ્ર ઘટનામાં કારમાં પાંચ લોકો સવાર થયા હોવાની જાણકારી સામે આવી હતી.દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ લોકોનાં કરૂણ મોત નિપજયા હતા જયારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. મૃતકોનાં નામ - સામુબેન વાસ્તાભાઈ પટેલ, મોંઘીબેન માતાભાઈ પટેલ અને રમેશભાઈ વસ્તાભાઈ પટેલના મોત થયા,શા માટે બને છે વારંવાર આવી ઘટના?મોરબીની ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાવ્યો છે.વહેલી સવારે એકબાજુ ઠંડીનાં ચમકારા વચ્ચે ધુમ્મસની શકયતાને નકારી શકાય તેમ નથી.બીજી બાજુ રસ્તા પર કાર પલટી જતાં આ ગોઝારી ઘટના બનવા પામી હતી.કાર સ્પીડમાં જતી હોવાની શકયતાને પણ નકારી શકાય તેમ નથી.ત્રણ મૃતકોનાં પાર્થિવદેહને પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઇ હતી.પણ એક નાની સરખી ભૂલને કારણે ત્રણ લોકોનો ભોગ લેવાયો તે નિશ્ચિત બાબત છે.જયારે હાઇવે પર વહેલી સવારે કે સાંજનાં સમયે કાર ચલાવતા સ્પીડ પર નિયંત્રણ હોવું જરૂરી છે નહીંતર આવી ગંભીર ભૂલને કારણે જો કોઇ સ્વજનનું મૃત્યુ થાય તો જિંદગી ભરની ખોટ તેમનાં પરિજનોએ સાલવી પડે છે.આવી ઘટના બનતી અટકાવવા શું પગલાં લઇ શકાય?ન માત્ર મોરબી,હળવદ પરંતુ રાજ્યમાં હાઇવે પર અને રસ્તાઓ પર સવારે અને સાંજ,રાતનાં સમયે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે.ગમખ્વાર અકસ્માતની ઘટનાઓમાં કયાંક હિટ એન્ડ રનની ઘટના હોય છે, કયાંક ત્રિપલ અકસ્માતની પણ ઘટના બનતી હોય છે ત્યારે નીચેના નિયમોનું પાલન કરવાથી ચોક્કસ આવી દુર્ઘટનામાંથીબચી શકાય છે.ટ્રાફિક સલામતીનાં નિયમોનું કડક પાલન કરોહાઇવે પર 40 કિમી/પ્રતિ કલાકની ઝડપે ચલાવવો.રસ્તા પર ચોકડીએ ધીમેથી વાહન હંકારોસામેથી પૂરઝડપે વાહન આવે તો થોભી જાઓરાત્રીનાં સમયે ખુબ જરૂરી ના હોય તો વાહન ચલાવવાનું રોકોવાહન ચલાવતી વખતે લાયસન્સ સહિત ચીજો સાથે રાખોશક્ય હોય તો બહારગામનાં પ્રવાસે જતાં હોવ તો ફર્સ્ટ એડ કીટ પણ સાથે રાખોવાહનમાં સીટથી વધુ લોકોનો ટ્રાવેલિંગ માટે આગ્રહ ના રાખોરસ્તામાં અકસ્માત થાય તો તરત જ 108 એમ્યુલન્સ સેવાનો સંપર્ક કરોનેશનલ હાઇવે પર અકસ્માત થાય તો 1033 હેલ્પલાઇનનો સંપર્ક કરોઆખરે આપણી જિંદગી આપણાં જ હાથમાં છે.જો સતર્કતાનાં તમામ પગલાં લેવાશે તો ચોક્કસ ગોઝારા અકસ્માતની ઘટનાથી બચી શકાશે.