કોરોના કાળનો ફટકો દરેક વિભાગને જ લાગ્યો છે. એમાંય સૌથી વધુ અસર વાહન વ્યવહાર પર થઈ હતી. જેનાં પગલે અનેક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફલાઇટો રદ કરવામાં આવી. ફ્લાઈટ રદ કરાતા અનેક મુસાફરો અટવાયા હતા. છતાંય 2021માં અમદાવાદ એરપોર્ટે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મુસાફરીમાં 1 થી 10માં ક્રમમાં સ્થાન મેળવ્યું છે.કોરોનાની કપરી સ્થિતિમાં પણ હવાઈ મુસાફરીની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો. અમદાવાદ એરપોર્ટની વાત કરીએ તો દેશમાં આઠમાં સ્થાને જ્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ નવમાં સ્થાને રહ્યું. ઈન્ટરનેશનલ મુસાફરોની સંખ્યા પર નજર કરવામાં આવે તો કુલ 88.286 મુસાફરોએ મુસાફરી કરી છે. જ્યારે વર્ષ 2021માં અમદાવાદથી 51.98 લાખ મુસાફરોએ મુસાફરી કરતાં દેશમાં મુસાફરોની સંખ્યામાં સાત સ્થાને અને 4.86 લાખ મુસાફરો સાથે દસમાં સ્થાને રહ્યું હતું. તો બીજી તરફ દેશમાં સૌથી વધુ ડોમેસ્ટિક તેમજ ઈન્ટરનેશનલ મુસાફરોની સંખ્યા સાથે દિલ્હી પહેલાં નંબર પર સૌથી વ્યસ્ત એરપોર્ટ રહ્યું.અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની આંકડાકીય સંખ્યા પર નજર કરીએ તો જાન્યુઆરીથી ડિસેમ્બર 2021 દરમિયાન કુલ 56.84 લાખ મુસાફરોએ મુસાફરી કરી જેમાં મુસાફરોની દૈનિક સંખ્યાની વાત કરીએ તો આશરે દરરોજનાં 15,573 રહી હતી. જ્યારે 2021નાં અંતમાં કુલ 7,51,476 મુસાફરો એ મુસાફરી કરતાં એક જ દિવસમાં મુસાફરોની સરેરાશ સંખ્યા 24,241 નોંધાઈ છે.